એડવાંસ ટેક્સ (Advance Tax) ભરવાનો આજે (15 માર્ચ) અંતિમ મોકો છે. જો તમે આજે એડવાંસ ટેક્સ જમા કરવાથી ચૂક્યા તો તમારે મસમોટો દંડ ચુકવવો પડશે. સિનિયર સિટીઝન જેની બિઝનેસ ઇનકમ નથી, તે સિવાય 10 હજાર રૂપિયાથી વધુ ટેક્સ ચુકવનારા લોકોએ એડવાંસ ટેક્સ આપવો પડે છે. એક નાણાકીય વર્ષમાં ચાર હપ્તામાં એડવાંસ ટેક્સની ચુકવણી કરવી પડે છે. એડવાંસ ટેક્સના ચાર હપ્તા 15 જુલાઇ, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ સુધી ચુકવવાનો હોય છે. એડવાંસ ટેક્સ નહીં ચુકવનારે દંડ ભરવો પડી શકે છે.
ઇનકમ ટેક્સ નિયમો અનુસાર, ટેક્સપેયર્સને ચાર હપ્તા 15 ટકા, 45 ટકા, 75 ટકા અને 100 ટકામાં એડવાંસ ટેક્સની ચુકવણી કરવાની હોય છે. જો ટેક્સપેયર્સ ડેડલાઇન અંદર એડવાંસ ટેક્સની ચુકવણી કરવામાં નિષ્ફળ રહે તો સેક્શન 234B અને 234C અંતર્ગત વ્યાજની ચુકવણી કરવી પડશે.
ચુકવવુ પડશે વ્યાજ
જો કોઇ વ્યક્તિએ 15 માર્ચ સુધી એડવાંસ ટેક્સ જમા નથી કર્યો અથવા ઓછો ટેક્સ જમા કર્યો છે તો તે વ્યક્તિ તે જ નાણાકીય વર્ષના 31 માર્ચ સુધી તેની ચુકવણી કરી શકે છે. આ ચુકવણીને પણ એડવાંસ ટેક્સ માની લેવામાં આવશે. પરંતુ 15 માર્ચથી 31 માર્ચ વચ્ચે એડવાંસ ટેક્સ જમા કરવા પર એક ટકા વ્યાજ ચુકવવાનું હોય છે.
ઑનલાઇન કરી શકો છો એડવાંસ ટેક્સની ચુકવણી
આજે એડવાંસ ટેક્સ જમા કરવાની અંતિમ તારીખ છે. તેવામાં તમે એડવાંસ ટેક્સની ચુકવણી ઑનલાઇન કરી શકે છે. ઑનલાઇન ચુકવણી કરવા માટે આવકવેરા વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in પર લૉગ ઇન કરો અને ઇ-પે પર ક્લિક કરો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31