Last Updated on March 15, 2021 by
નીતિ આયોગે 6 સરકારી બેંકોના ખાનગીકરણ યોજનામાંથી બહાર રાખી છે. તેમાં પંજાબ નેશનલ બેંક, યૂનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને SBI સામેલ છે. આ બેંક કંસોલિડેશનના ગત એક રાઉન્ડનો ભાગ હતો. સરકાર બેંકો અને એક જમરલ વીમા કંપનીના ખાનગીકરણ વિશે જલ્દી નિર્ણય લેશે. એક સરકારી અધિકારીએ કહ્યું જો સરકારી બેંક કંસોલિડેશન એક્સરસાઈઝનો ભાગ હતો. તેને ખાનગીકરણ યોજનાથી અલગ રાખવામાં આવી છે.
સરકારે ઓગસ્ટ 2019 માં 10 બેંકોને 4 બેંકોમાં મર્જ કરી દીધી હતી. આને કારણે દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 27 થી ઘટાડીને 12 થઈ ગઈ છે. આ બેંકો હજી એકત્રીકરણની પ્રક્રિયામાં છે અને તેમને ખાનગીકરણ યોજનામાં શામેલ કરવું નુકસાનકારક હોઈ શકે છે. નીતિ આયોગે આ બેંકોને ખાનગીકરણ યોજનામાંથી બાકાત રાખવાની ભલામણ કરી છે. નાણાં મંત્રાલયનો પણ આ જ અભિપ્રાય છે. મંત્રાલય આ બેન્કોની સિસ્ટમોને શક્ય તેટલી ઝડપથી એકીકૃત કરવા માંગે છે.
કઈ બેંકોનો થયો વિલય
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એંડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ હવે આ પ્રસ્તાવને સમુહની સામે રાખશે. 2019ની કંસોડિલેશન યોજના અનુસાર ઓરિયન્ટલ બેંક કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું PNBમાં વિલય કરાયો. એ જ રીતે, અલ્હાબાદ બેંકને ઈન્ડિયન બેંક, સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં અને આંધ્ર બેંકમાં અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ કરવામાં આવી. હાલના નાણાકીય વર્ષથી મર્જર અસરકારક બન્યું હતું પરંતુ બેંકો હજી એકત્રીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી શકી નથી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણ (બજેટ 2022) માં આગામી નાણાકીય વર્ષ દરમિયાન 2 જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્ત કરી હતી. નાણાકીય વર્ષ 2022 માટે સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક નક્કી કર્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31