GSTV
Gujarat Government Advertisement

હડતાળ/ 2 દિવસ 10 લાખ કર્મચારીઓ રજા પર, ગુજરાતમાં રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકશે, 5000 બ્રાન્ચો બંધ

Last Updated on March 15, 2021 by

સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો બેન્કોમાં પડેલી 146 લાખ કરોડની મૂડી ખાનગી પાર્ટીઓના હાથમાં આવી જશે અને તેનો વહેવાર બરાબર નહિ થાય તો તેનાથી કરોડો થાપણદારોએ મૂડી ગુમાવવાની નોબત આવી શકે છે તેવી રજૂઆત કરીને સરકારના બેન્કોના ખાનગીકરણના નિર્ણય સામે 15 અને 16મી માર્ચે બે દિવસની  હડતાલ પાડવાના સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના બૅન્ક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે. ગુજરાતના 60,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે.

બેન્ક

ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સી.એચ. વેંકટાચલમનું કહેવું છે કે અત્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોના  હાથમાં તેમની મૂડી હોવાથી પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. પરંતુ જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ થવાથી જનતાની એટલે કે થાપણદારોની આ જ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો જનતાની આ મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે જ કરશે.

તેમનું કહેવું છેકે, સરકારી બૅન્કો સમાજ પરત્વેના દાયિત્વ સાથે કામ કરે છે. તેઓ જે અંતરિયાળ વિસ્તારમાં બૅન્કિંગની સુવિધા ન હોય ત્યાં ખોટ ખાઈને પણ લોકોને સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. ખાનગી બૅન્કો સર્વિસ પૂરી પાડવાની ભાવનાથી નહિ, પરંતુ પોતાનો નફો કમાવાની ભાવનાથી જ થતો હોવાથી થાપણદારોનું હિત સચવાશે નહિ. સરકારની સૂચના છતાં ખાનગી બૅન્કોએ તેમના નફાને જાળવી રાખવા માત્ર 1.25 કરોડ જનધન ખાતાઓ ખોલ્યા હતા. તેની સામે જાહેર ક્ષેત્રની બૅન્કોએ 33.05 કરોડ જનધન એકાઉન્ટ ખોલીને સરકારને સહકાર આપ્યો હતો.

મોટી મોટી ખાનગી કંપનીઓ ચલાવતા માલિકોએ જ બૅન્કોના રૂા. 8 લાખ કરોડથી વધુ ડૂબાડયા છે. હવે આવા જ ખાનગી માણસોને સમગ્ર દેશના લોકોની મૂડી એટલે કે રૂા. 146 લાખ કરોડની મૂડી ધરાવતી બૅન્કોનો કારોબાર સોંપી દેવાની ફિરાકમાં સરકાર છે. આ રીતે ખાનગીકરણ કરવામાં પ્રજાના નાણાંની ઉઘાડી લૂંટ કરવાનો ખાનગી માલિકોને પરવાનો મળી જશે.

ખાનગી બૅન્કોમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની તુલનાએ ત્રણથી પાંચ ગણી (રૂા.1000 સામે રૂા. 3000થી 5000) મિનિમમ ડિપોઝિટ મૂકવાની ફરજ પાડવામાં આવશે. પરિણામે 15000થી 25000ના પગાર ધરાવનારાઓની આર્થિક સંકડામણ વધી જવાની પણ સંભાવના છે. અત્યારે પણ ખાનગી બૅન્કો દ્વારા જુદી જુદી સર્વિસને નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. સંપૂર્ણ ખાનગીકરણ કરાયા પછી તેઓ બૅન્કનીદરેક સર્વિસ માટે બેફામ ચાર્જ લેતા થઈ જશે. દેશમાંથી 10 લાખ જેટલા બેન્કકર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો. પણ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે અને રાજ્યના 60,000 બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જશે.

બૅન્કોનું ખાનગીકરણ થઈ જશે તો ખાનગી બૅન્કો નાની નાની બચત પર ઓછું વ્યાજ આપશે. રાહતના દરે આપવામાં આવતી લોનની યોજનાઓ બંધ થઈ જશે. ખાનગી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણ ઓછું અપાય છે. ખાનગીકરણ પછી ખેડૂતોને પણ પૂરતા ધિરાણ મળશે નહિ. તેથી ખેડૂતોએ જૂની પ્રથાએ કામ કરતાં શાહુકારોની ચુંગાલમાં ફસાવું પડશે. બૅન્કોનું ખાનગીકરણ થઈ જતાં ગુજરાતમાં બૅન્કોની બ્રાન્ચની સંખ્યા પણ ખાસ્સી ઘટી જશે.

અત્યારે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની 5000થી વધુ શાખાઓ સક્રિય છે. સરકારી બૅન્કો દ્વારા મહિલાઓને રોજગારી વધુ મળે તે માટે ચલાવવામાં આવતી યોજનાઓ બૅન્કોના ખાનગીકરણ પછી ધીરે ધેરી ઓછી થઈ સમય જતાં કદાચ સાવ જ બંધ થઈ જશે. ગુજરાતના જ સેલ્ફ હેલ્પ ગ્રૂપની સંખ્યા હજારોમાં છે. તેમને સરકારી બૅન્કોને જે સહકાર અને સહાય મળે છે તેવી સહાય ખાનગી બૅન્કો તરફથી મળશે નહિ. સરકાર દ્વારા ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝનની ચલાવવામાંઆવતી યોજનાઓનો યોગ્ય અમલ ખાનગીકરણને પરિણામે અટકી પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો