Last Updated on March 15, 2021 by
ભારતમાં ફરી માથું ઉંચકી રહેલા કોરોના કેસોએ રોકાણકારોની ચિંતા વધારી છે. જેની અસર શેરમાર્કેટ પર વર્તાઈ રહી છે. જ્યારે એશિયન માર્કેટમાં મિશ્ર સંકેતો મળી રહ્યાં છે. અઠવાડિયાના પહેલાં દિવસે સેન્સેક્સ 50773ના સ્તરે ખુલ્યો જે છેલ્લા બંધ સ્તર કરતા 19 પોઈન્ટ નીચે હતો. જોકે નિફ્ટી હળવા વધારા સાથે 15048ની સપાટીએ ખુલ્યો પરંતુ બાદમાં માર્કટમાં ઘટાડો જોવા મળ્યો. કોરોનાના કેસો વધવાની અસર સેન્સેક્સ પર પડવાની પૂરી સંભાવના છે જેને પગલે કોરોનાના કેસો વધ્યા તો રોકાણમાં સાચવજો નહીં તો ભરાઈ જશો.
શેરમાર્કેટ પહેલાં એક કલાકમાં સેન્સેક્સમાં મહત્તમ 724 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને ઈન્ડેક્સ ઘટીને 50,069ની સપાટી સુધી નીચે આવી ગયો. જ્યારે બીજી બાજુ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 14,818ની નીચલી સપાટીએ પહોંચ્યો જે પહેલાંની બંધ સપાટી કરતાં 213 પોઈન્ટ નીચે હતો. સવારે 10 વાગ્યે લગભગ સેન્સેક્સ 482 પોઈન્ટના ઘટાડા સાથે 50,310ની સપાટી પર અને નિફ્ટી 141 પોઈન્ટના ઘટાડા સાથે 14,890ની સપાટી પર હતો.
કારોબારના પહેલાં કલાકમાં શેરમાર્કેટમાં વેચાવાલી જોવા મળી છે. આ અવધિમાં તમામ સેક્ટર ઈન્ડેક્શ લાલ નિશાને પહોંચ્યા છે. બેંકિંગ સેક્ટર, ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટર, ફાર્મા સેક્ટર અને ખાનગી બેંક સેક્ટરમાં 1%થી વધારેનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બાકીના સેક્ટર ઈન્ડેક્સમાં આ દરમિયાન અડધાથી એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મીડિયા સેક્ટર ઈન્ડેક્સમાં 2%નો ઘટાડો જોવા મળ્યો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31