Last Updated on March 15, 2021 by
ચેટિંગ એપ Whatsapp આજકાલ પોતાના પ્લેટફોર્મ પર સતત નવા પ્રયોગો કરી રહ્યું છે. આ જ કડીમાં Whatsappએ એક નવુ ફીચર લૉન્ચ કર્યુ છે. ઘણાં લોકોને આ ફીચર જોવા મળી રહ્યું છે. પરંતુ જો તમે મિસ કરી ગયા છો તો અમે તમને જણાવી રહ્યાં છીએ આ ખાસ ફીચર વિશે…
મલ્ટી ડિવાઇસ કંટ્રોલર લૉન્ચ
Whatsappએ ગત અઠવાડિયે જ ભારતમાં નવુ મલ્ટી ડિવાઇસ કંટ્રોલર ફીચર (Multi Device Controller Feature) લૉન્ચ કરી દીધું છે. તેની ખાસિયત એ છે કે હવે તમે Whatsapp Webની મદદથી કોઇ ડિવાઇસમાં એક સાથે Whatsapp યુઝ કરી શકો છો.
કેવી રીતે કરશો યુઝ
જેમ કે તમે તમારા લેપટૉપ અથવા ડેસ્કટૉપમાં Whatsapp યુઝ કરવા માટે Whatsapp Web ઓપન કરશો તો Link Device ઓપ્શન આવશે. તેના ક્લિક કરતાં જ Whatsapp તમારા કોમ્પ્યુટરમાં ખુલી જશે.
શું છે ફાયદો
તેનો ફાયદો એ છે કે હવે તમે Whatsappને મલ્ટી ડિવાઇસમાં કંટ્રોલ કરી શકો છો. તમારુ Whatsapp કયા કંપ્યુટર્સ અથવા ડિવાઇસમાં એક્ટિવેટ છે તેની રિયલ ટાઇમ જાણકારી મળશે.
જાતે જ કરી શકશો કંટ્રોલ
તમે તમારા Whatsapp Web ઓપ્શનમાં જઇને કોઇપણ ડિવાઇસને લૉગિન અથવા લૉગ-આઉટ કરી શકો છો. એટલે કે તમારા એકાઉન્ટને રિયલ ટાઇમમાં ડિએક્ટિવેટ કરી શકાય છે.
વારંવાર એક્ટિવેટ કરવાથી મળશે છૂટકારો
પેલા કોઇ અન્ય ડિવાઇસમાં Whatsapp ઓપન કરવા પર વારંવાર લૉગિન કરવુ પડતુ હતુ. હવે આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31