Last Updated on March 15, 2021 by
કેન્દ્ર સરકારે એ ખેડૂતોની આવક વધારવા માટે ઘણા મહત્વના પગલાં ભર્યા છે. આ કડીમાં ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે પ્રધામંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરુ કરી હતી. યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. એમાં સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા ખેડૂતોના ખાતામાં 8મોં હપ્તો 2,000 રૂપિયા મોકલી આપશે.
પીએમ કિસાન યોજનાથી 12 માર્ચ 2021 સુધી 11.71 કરોડ ખેડુત જોડાય ચુક્યા છે. મોદી સરકાર હોળીની આસપાસ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ત્યાં જ કેન્દ્ર સરકાર એ ખેડૂતોના નામ લાભાર્થીની સૂચિમાંથી હટાવવાની તૈયારી કરી રહી છે, જે ફાયદો મેળવવા પાત્ર નથી. આ યોજનાની પુરી ફંડિંગ કેન્દ્ર સરકાર કરે છે. જો તમારા એકાઉન્ટમાં હજુ સુઘી પીએમ કિસાનનો હપ્તો પહોંચ્યો નથી તો તમે ઘરે બેઠા લિસ્ટ જોઈ પોતાની સ્થિતિની જાણકારી લઇ શકે છે. એના માટે સૌથી પહેલા પીએમ કિસાનની અધિકારીક વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું પડશે.
આ રીતે જાણી શકાય છે પોતાના હપ્તાનું સ્ટેટસ
વેબસાઈટ પર પહોંચ્યા પછી રાઈટ સાઈડમાં Farmers Corner પર ક્લિક કરો. ત્યાર પછી Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો, ત્યાર પછી નવું પેજ ઓપન થશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર નાખો. ત્યાર પછી તમને તમામ સ્ટેટસની જાણકારી મળી જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે તમે ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો. એના માટે તમારી પાસે ખેતરના કાગળિયા, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર હોવા જોઈએ. એના માટે તમે પીએમ કિસાન યોજનાની અધિકારીક વેબસાઈટ pmkisan.nic.in પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
બધા ખેડૂતોને નથી મળતો યોજનાનો લાભ
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશભરમાં તમામ ખેડૂતોને ફાયદો મળતો નથી. યોજના હેઠળ એ જ ખેડૂતોને આ સહાય મોકલવામાં આવે છે જેમની પાસે બે હેકટર એટલે 5 એકર કૃષિ યોગ્ય ખેતી હોય છે. હવે સરકારને જોતની સીમા ખતમ કરી દીધી છે. જો કે, જો કોઈ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા હોય તો એને પીએમ કિસાન સન્માન નિધિમાંથી બહાર રાખી શકાય છે. વકીલ, ડોક્ટર, સીએ પણ આ યોજનાથી બહાર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31