GSTV
Gujarat Government Advertisement

Weather Forecast/ આ રાજ્યોમાં આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ફુંકાશે ઝડપી પવન

વરસાદ

Last Updated on March 15, 2021 by

દેશના મોટાભાગના વિસ્તારમાં દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ પહાડી વિસ્તારની વાત કરીએ તો ત્યાં બરફવર્ષા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર મેદાની વિસ્તરામાં રાત્રીના તાપમાન પર પડી રહી છે. આ વચ્ચે ભારત હવામાન વિભાગે જાણકારી આપી છે કે પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના નોર્થ ઇસ્ટ રાજ્યોમાં અલગ 3થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. એમાં અરુણાચલ પ્રદેશ , આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુર છે.

ભારે વરસાદની આગાહી

આઇએમડી અનુસાર આગલા 3થી 4 દિવસ નોર્થ ઇસ્ટ રાજ્યમાં ભારે વરસાદ સાથે જ ઝડપી હવા ચાલવાનું સંભાવના છે. આ દરમિયાન આ રાજ્યોમાં 40થી 50 કિમિ પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ શકે છે. મોસમ વિભાગના પૂર્વાનુમાન મુજબ પશ્ચિમી વિક્ષોભની અસર દેશના ઉત્તરી ભાગ પર પડશે.

વરસાદ

હવામાન વિભાગે જાણકારી આપી છે કે પશ્ચિમી વિક્ષોભના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશમાં 16 માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના બની રહી છે. એ ઉપરાંત ગિલગિલ બાલ્ટીસ્ટાન અને મુઝફ્ફરાબાદમાં પણ આ દરમિયાન વરસાદ અને હિમવર્ષાની સંભાવના છ.

હજુ પાંચ દિવસ ચાલશે ગરમ હવા

ત્યાં જ પશ્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં એક તાજા પશ્ચિમી વિક્ષોભ 16 માર્ચના રોજ રાતથી પોતાનો પ્રભાવ દેખાડશે. એના માટે પશ્ચિમી વિક્ષોભના કારણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં 17 અને 18 માર્ચના રોજ ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. ત્યાં જ 18 માર્ચે દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પણ એના પ્રભાવના કારણે વરસાદ અને તુફાનની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશમાં હજુ આગામી 5 દિવસ ગરમ હવા ચાલવાની સંભાવના છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો