GSTV
Gujarat Government Advertisement

કેરલ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, ટિકિટ ન મળતા મહિલા ઉમેદવારે મુંડન કરાવ્યું

Last Updated on March 14, 2021 by

રવિવારે ભાજપ બાદ કોંગ્રેસે પણ કેરળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 86 ઉમેદવારોના નામ સામેલ છે. પૂરંવ મુખ્યમંત્રી ઓમન ચંડીને પુથુપલ્લી અને વિપક્ષ નેતા રમેશ ચેન્નીથલાને હરિપદ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. જો કે જેવી આ યાદીની જાહેરાત થઇ તેની સાથે જ અંતોષની આગ પણ ભડકી છે.

કેરળના મહિલા કંગ્રેસ અધ્યક્ષ લતિકા સુભાષને ટિકિટ ના મળવાના કારણે તેમણે મુંડન કરાવ્યું છે. તિરુવનંતપુરમમાં પાર્ટીની ઓફિસની બહાર તેમણે પોતાનું મુંડન કરાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે, હાલમાં તેઓ કોઇ પાર્ટી જોઇન નહીં કરે. 

તો આ તરફ વતકારાના સાંસદ કે મુરલીધરનને તિરુવનંતપુરમની નેમોમ વિધાનસભા સીટ પરથી ટિકિટ આપી છે. વર્ષ 2016ના વર્ષમાં ભાજપને માત્ર આ સીટ પર જ જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી કેરળમાં 92 સીટ પર ચૂંટણી લડવાની છે. જેમાંથી આજે 86 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

કોંગ્રેસે યુવા નેતા શફી પરમબિલને પલક્કડ સીટ પરથી ચૂંટણી લડાવવાનું નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે પલક્કડ સીટ પરથી ભાજપે મેટ્રોમેન ઇ શ્રીધરનને મેદાનમાં ઉતાર્યા છે. જેમને તેઓ મુખ્યમંત્રી તરીકે રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે કેરળની તમામ 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન થનાર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો