GSTV
Gujarat Government Advertisement

જાપાની વૈજ્ઞાનિકોનો અજીબ પ્રયોગ, હવે માનવજાતિના બાળકો લેશે પ્રાણીઓની કૂખે જન્મ

Last Updated on March 14, 2021 by

પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, આવું તમે કદાચ સ્વપ્નેય નહી વિચાર્યું હોય પરંતુ સામાન્ય માણસના વિચારોથી વિપરિત હવે એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે, જાપાનના વૈજ્ઞાનિકો હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે

જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો અર્થ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા નિભાવશે.

સરકારે જાનવરોમાં માનુષ્યનો ગર્ભ વિકસિત કરવાની મંજૂરી આપી દીધી

જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની કરી રહેલા હિરોમિત્સૂ નકોચી નામના વૈજ્ઞાનિકને હવે સરકારે જાનવરોમાં માનુષ્યનો ગર્ભ વિકસિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે ત્યાંની સરકાર દ્વારા આર્થિક સહાય અને અન્ય જરૂરી સુવિધા પણ આપવામાં આવશે. વૈજ્ઞાનિકો પહેલા ઉંદરના એંબ્રિયોમાં માનવ કોશિકા વિકસાવવાની યોજના બનાવી રહ્યાં છે. જે બાદ એંબ્રિયોને કોઈ પશુના ગર્ભમાં પ્રત્યાપિત કરી દેવામાં આવશે. અહીં વૈજ્ઞાનિકોની યોજના જાનવરોની કૂખેથી બાળક પેદા કરવાનું છે. જેના અંગો અને શરીરની બનાવટ માણસો જેવી હોય જેથી જરૂરિયાત પડવા પર જરૂરિયાતમંદ માણસોમાં ટ્રાંસપ્લાંટ કરી શકાય.

જાપાનના વૈજ્ઞાનિકે આ યોજનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી

જાપાનના વૈજ્ઞાનિકે આ યોજનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. યોજના અનુસાર શરૂઆતના તબક્કામાં ઉંદરના ગર્ભાશયથી માનવ કોશિકાઓ વિકસિત કરવામાં આવશે. જે બાદ તેને કોઈ સેરોગેટ જાનવરોમાં ટ્રાંસપ્લાંટ કરી દેવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો