GSTV
Gujarat Government Advertisement

હવે માત્ર 20 રૂપિયામાં જ મોબાઇલ ચાર્જિગનું ટેન્શન થઇ જશે દૂર, જાણો કેવી રીતે

Last Updated on March 14, 2021 by

જો તમે વધુ પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને જો સતત બેટરી ખતમ થવાની સમસ્યા સાથે જોડાયેલા રહો છો અને સાર્વજનિક જગ્યાઓ જેવી કે ચાર્જિંગ પોઇન્ટ શોધતા રહો છો તો હવે તમારે ચિંતા કરવાની કોઇ જ જરૂરિયાત નથી. હકીકતમાં, દેશમાં પ્રથમ સ્માર્ટફોન પાવર બેંક રેન્ટલ સર્વિસ સ્પાઇક (Spykke) લૉન્ચ થઇ છે.

8 હજાર જગ્યાઓ પર છે કંપનીનું નેટવર્ક

સમગ્ર દેશમાં 11 શહેરોમાંથી 8 હજાર જગ્યાઓ પર આનું નેટવર્ક છે. વર્તમાનમાં કંપનીનું આઉટલેટ બેંગલુરૂ, મુંબઇ, દિલ્હી-NCR, હૈદરાબાદ, ચેન્નઇ, કોલકાતા, કોઇમ્બતુર, ચંદીગઢ, લખનઉ, જયપુર અને પુણેમાં છે. તમે એક આઉટલેટથી પાવર બેંક રેન્ટ પર લઇને કોઇ બીજા આઉટલેટ પર તેને રિટર્ન કરી શકે છે.

mobile charging

ઓછાંમાં ઓછાં 20 રૂપિયા પ્રતિ કલાક ચૂકવવા પડશે

સ્પાઇકના 3 રેન્ટલ પ્લાન છે. સ્ટાન્ડર્ડ પ્લાનમાં તમને 20 રૂપિયા પ્રતિ કલાકના ચૂકવવાના રહેશે. એલીટ પ્લાનમાં 1199 રૂપિયા વાર્ષિક ચૂકવવાના રહેશે. સુપ્રીમ પ્લાનમાં 1,999 રૂપિયામાં લાઇફટાઇમની મેમ્બરશિપ મળી જશે. આ રેન્ટલ સર્વિસનો ઉપયોગ કરનારા લોકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂપીઆઇ અને પેટીએમનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકો છો.

જસ્ટડાયલના કો-ફાઉન્ડર રમણી અય્યરે બનાવ્યું પાવર બેંક રેન્ટલ નેટવર્ક સ્પાઇક

જસ્ટડાયલ (Justdial Ltd) ના કો-ફાઉન્ડર રમણી અય્યર (Ramani Iyer) એ પોતાના નવા વેન્ટર સ્પાઇક લોન્ચ કરી છે. અય્યર સ્પાઇકને વિશ્વભરમાં સૌથી મોટી સ્માર્ટફોન પાવર બેંક રેન્ટલ સર્વિસ કંપનીના રૂપમાં સ્થાપિક કરવા ઇચ્છે છે. થોડાંક જ મહીનામાં કંપનીનું ભારતમાં સૌથી વ્યાપક સ્માર્ટફોન પાવર બેંક રેન્ટલ નેટવર્ક બની ચૂક્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો