Last Updated on March 14, 2021 by
એક નાદાર જાહેર થયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા ચાર મહિનામાં 7000 ટકાથી વધારાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. હવે જ્યારે શેરમાં ઉપરની સર્કિટનો સિલસિલો શરૂ થયો છે. અહીંયા વાત થઈ રહી છે. નાદાર થયેલી કંપનિ ઓર્કિડ ફાર્મા લિમિટેડની.
નાદારી જાહેર થતાની સાથે જ ઓર્કિડ ફાર્માને એનસીએલટીના રેજોલ્યુશન પ્લાન હેઠળ ધનુકા લેબે ખરીદી હતી. તે બાદથી જ ઓર્કિડ ફાર્મા કંપનીના શેરમાં પાંખ લાગી ગઈ છે.
ફાર્મા સ્ટોક ઓર્કિડ ફાર્માએ રિટર્ન દેવાના મામલામાં બિટકોઈનને પણ પાછળ છોડી દીધું છે. જ્યાં ઓર્કિડ ફાર્માના શેરોમાં વિતેલા ચાર મહિના દરમયાન આશરે 7000 ટકાનું રિટર્ન મળ્યું છે. ત્યારે આ દરમયાન બિટક્વોઈનમાં 203 ટકાનું રિટર્ન મળ્યું છે.
3 નવેમ્બર 2020ના રોજ ઓર્કિડ ફાર્માને સ્ટોક એક્સચેન્જમાં બીજી વખત નોંધાવવામાં આવ્યું હતું. તે બાદ ક્યારેય કંપનીના સ્ટોક્સમાં ઘટાડો આવ્યો નથી. રીલિસ્ટીંગના દિવસથી અત્યારસુધીમાં કંપનીના સ્ટોક્સમાં દરરોજ અપર સર્કિટ લગાવી રહ્યું છે. બુધવારે 10 માર્ચે શેરમાં 5 ટકાની ઉપરની સર્કિટ લાગી અને શેર એનએસઈ ઉપર 1,307.55 રૂપિયા પર બંધ થયો
ઓર્કિડ ફાર્મા કંપનીનું જ્યારે 3 નવેમ્બર 2020ના રોજ બીજી વખત રીલિસ્ટિંગ થયું તો તેના શેરના ભાવ 18 રૂપિયા હતાં. જે 10 માર્ચ 2021ના રોજ વધીને 1,307.55 રૂપિયા થઈ ગયો હતો. આવી જ રીતે જોઈએ તો માત્ર 128 દિવસોમાં રોકાણકારોનું 10 હજાર રૂપિયાનું રોકાણ 7.25 લાખ રૂપિયાનું થઈ ગયું છે.
વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બરના ત્રિમાસીકમાં કંપનીની રેવન્યુ 102.63 કરોડ રૂપિયા રહી હતી અને કંપનીને 45.33 કરોડ રૂપિયાની નુકશાની થઈ હતી. માર્ચ 2020માં કંપનીની રેવન્યુ 505.45 કરોડ રૂપિયા હતી અને 149.84 કરોડ રૂપિયાનું ચોખ્ખુ નુકશાન થયું હતું. ચેન્નઈ બેસ્ડ ફાર્મા કંપનીનું માર્કેટ વધીને 5000 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે.
ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે. તે સિવાય બીજી નાણાકીય સંસ્થાનોની ભાગીદારી 1.19 ટકા છે. તો રિટેલ રોકાણકારોની પાસે કંપનીના માત્ર 0.5 ટકા શેર છે. કંપનીના સ્ટોક્સની આ શોર્ટેજના કારણે તેની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31