GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ / માઈગ્રેનના દુખાવાથી રહો છો પરેશાન તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો અને મેળવો રાહત

Last Updated on March 14, 2021 by

માઈગ્રેન એક ન્યૂરોલોજિકલ કંડીશન છે જેમાં માથામાં અસહ્ય દુખાવો અને ભારેપણાનો અનુભવ થાય છે. કેટલીક વાર માઈગ્રેનના લીધે ઉલ્ટી, ચક્કર આવવા, ઝણઝણાટ થવી, શરીરમાં કોઈ ભાગ સૂન્ન થઈ જવો વધારે અવાજ તેમજ પ્રકાશથી પરેશાની જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ રોગ કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. પરમતુ મહિલાઓ માઈગ્રેનનો શિકાર વધારે બને છે. તે ઉફરાંત માતા-પિતામાંઈથ કોઈ એકને હોય તો પણ સંભવ છે કે આ રોગ તેના બાળકને પણ થઈ શકે છે.

શું હોય છે માઈગ્રેન

આજ સુધી, કોઈ સંશોધનમાં આનું કારણ શું છે તે અંગે કોઈ નિશ્ચિત માહિતી મળી નથી. પરંતુ તેના વધવા પાછળના કારણો કહી શકાય. હેલ્થલાઇન મુજબ મગજમાં કેમિકલ સેરોટોનિન જ્યારે કોઈ નિશ્ચિત સ્તરથી નીચે આવે છે ત્યારે તે આધાશીશીને ઉત્તેજિત કરે છે. આ સિવાય તીવ્ર પ્રકાશ, અતિશય ગરમી, ડિહાઈડ્રેશન, બોરોમેટ્રિક પ્રેશરમાં ફેરફાર, આંતરસ્ત્રાવીય પરિવર્તન, ગર્ભાવસ્થા, સ્ત્રીઓમાં પિરિયડ્સ, વધારે તણાવ, જોરથી અવાજ, ઉંઘનો અભાવ, દારૂનું સેવન, ધૂમ્રપાન વગેરેથી આ રોગ થઈ શકે છે.

શુ છે ઉપાય

જો તમે ક્રોનિક માઈગ્રેનથી ગ્રસ્ત છો તો તમારે ડૉકટરની સલાહ લેવી જરૂરી છે. જોકે, ભોજન અને લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને થોડી રાહત મેળવી શકાય છે. સાથે જ ઘરગથ્થુ ઉપાયને પણ અપનાવી શકાય છે.

શુ છે ઘરગથ્થુ ઉપાય

  • જયારે માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે બરફના ક્યૂબસને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો, લગભગ 15 મિનિટ સુધી એવુ કરવાથી તમને દુખાવામાં રાહત મળશે.
  • રોજ સવારે ખાલી પેટ નાનો ગોળનો ટૂકડો મોંમા રાખો અને ઠંડા દૂધ સાથે તેને પીઓ. રોજ ચતેના સેવનથી દુખાવામાં મળશે રાહત.
  • આદુનો એક નાનો ટૂકડો દાંત વચ્ચે રાખી તેને ચૂસતા રહો તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.
  • તજને પીસીને તેની પેસ્ટ બનાવીને તે પેસ્ટને માથા પર લગભગ અડધો કલાક રઆખવાથી દુખાવામાં રાહત થશે.
  • લવિંગના પાઉડરમાં નમક ભેળવીને તેને દૂધ સાથે પીઓ.
  • વધારે પડતા પ્રકાશથી બચો.
  • ધોંધાટવાળા સ્થળ પર ન જાઓ અને પૂરતી ઉંધ લો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો