GSTV
Gujarat Government Advertisement

LIC બનશે વધુ હાઈટેક, કોઈ પણ શાખામાંથી થઈ શકશે Claim Settlement

Last Updated on March 14, 2021 by

બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે, જલ્દી જ LICનો આઈપીઓ લાવવામાં આવશે. એલઆઈસીનો આઈપીઓ આવવામાં હાલ તો ઘણો સમય છે પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જલ્દી એલઆઈસી સમગ્ર દેશમાં ક્લેઈમ સેટલમેન્ટની સુવિધા શરૂ કરવા માટે જઈ રહી છે. તેનો ફાયદો એ થશે કે, ગ્રાહકોને ક્લેમ સેટલમેન્ટ માટે હોમ બ્રાંચ જવું નહીં પડે.

કોઈ પણ બ્રાંચમાંથી કરી શકશો અરજી

સમગ્ર દેશમાં પાન ઈન્ડિયા ક્લેમ સેટલમેન્ટની સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને બહુ જ મોટી સમસ્યાનો અંત આવી જશે. મુશ્કેલ સમયમાં ગ્રાહકો દેશની કોઈ પણ એલઆઈસી શાખામાંથી પોતાના વીમાનો ક્લેમ સેટલમેન્ટ માટે આવેદન કરી શકે છે. તે સિવાય ગ્રાહકોની સુવિધા માટે My LIC APP ની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને એક જ સ્થાન પર પોલિસી સ્ટેટસ, લોન સુવિધા અને સરેન્ડર વેલ્યુની જાણકારી મળશે.

અત્યારે શું છે નિયમો

LICમાં હાલમાં તે વ્યવસ્થા છે કે જે બ્રાંચમાંથી પોલિસી લેવામાં આવે છે. ગ્રાહકોને તે જ બ્રાંચમાં જઈને ક્લેમ સેટલમેન્ટ માટે આવેદન કરવાનું રહે છે. તેવામાં ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટની સુવિધા LICની ઘણી શાખાઓમાં છે. પરંતુ તે સમગ્ર દેશમાં નથી. જ્યારે LICના ક્લેમ સેટલમેન્ટની સુવિધા સમગ્ર દેશમાં શરૂ થઈ જશે ત્યારે ગ્રાહકોની ઘણી મોટી સમસ્યાનો અંત થઈ જશે. રોજગારના મુદ્દા ઉપર પણ LIC કામ કરી રહી છે. મળતા અહેવાલો પ્રમાણે એક રિક્રુટમેન્ટ એજન્સી પર કામ ચાલી રહ્યું છે. આ સંબંધમાં તમામ મંડળ પ્રબંધકોને નિર્દેશ જાહેર કરી દેવાયો છે. જેથી કરીને વધારેમાં વધારે લોકોને રોજગારનું માધ્યમ LIC બને.

વિમા ઈન્ડસ્ટ્રી ઉપર LICનો કબ્જો

આજના સમયમાં દરેક ચીજવસ્તુઓનો વિમા કરવામાં આવી રહ્યો છે. જીવનથી લઈને વાહન, વસ્તુ અને મોબાઈલ સુધીનો વિમો કરવામાં આવે છે. જીવન વિમાના ક્ષેત્રમાં એલઆઈસી નંબર એક ઉપર છે અને નવી તરક્કી કરી રહ્યું છે. જાણકારી પ્રમાણે જીવન વિમાના કુલ ગ્રાહકોમાંથી આશરે 70 ટકા ભારતીય જીવન વિમાન નિગમની પાસે છે જ્યારે બાકીના 30 ટકા બીજી કંપનીઓની પાસે છે.

LICનો IPO પણ આવશે

બજેટના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે આવનારા નાણાકીય વર્ષમાં LICનો આઈપીઓ લાવવામાં આવશે. એક જાણકારી પ્રમાણે તેની જાહેરાત ઓક્ટોબર બાદ થઈ શકે છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં જ સંસદને જાણકારી આપી હતી કે, IPOમાં LICના ગ્રાહકોને 10 ટકા રિઝર્વેશન મળશે. જાણકારો પ્રમાણે LICની પાસે 32 કરોડથી વધારે ગ્રાહકો છે અને કંપનીની આર્થિક હેસિયત આશરે 12થી 15 લાખ કરોડની વચ્ચે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો