Last Updated on March 14, 2021 by
ઉત્તર ભારતમાં વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10-12 રાજ્યોમાં પવન ફૂંકાયો હતો અને ઘણાં રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડયા હતા. રાજસૃથાનમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ પડયો હતો. વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાના કારણે અસંખ્ય ગામડાંઓમાં ઉભો પાક નાશ પામ્યો હતો. આ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડયું છે.
મધ્યપ્રદેશમાં ઘણાં વિસ્તારોમાં કરા પડયા હતા. 11 જિલ્લામાં વરસાદી ઝાપટા સાથે તોફાની પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઘણાં રાજ્યોમાં હજુ પણ પવન ફૂંકાશે અને હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. યુપીમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. વાતાવરણમાં પલટો આવતા યુપીનું સરેરાશ તાપમાન ગગડયું હતું. માર્ચમાં તાપમાનનો પારો સામાન્ય રીતે 37થી 38 ડિગ્રી રહેતો હોય છે, એ સૃથળોએ તાપમાનનો પારો ગગડીને 30થી 34ની વચ્ચે નોંધાયો હતો.
દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં તાપમાન ઘટયું હતું. હવામાન વિભાગે એક ચેતવણી જારી કરીને કહ્યુ હતું કે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશના પશ્વિમી ભાગોમાં, બિહારમાં, પશ્વિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં અને ઝારખંડમાં હળવો વરસાદ પડશે. બિહાર-યુપીમાં તો વીજળી પડવાની શક્યતાના પગલે સૃથાનિક હવામાન વિભાગે એલર્ટ જારી કર્યો છે.દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ થઈ શકે છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31