Last Updated on March 14, 2021 by
વર્ષ 2020-21 માટે 31 માર્ચ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું છે. જો તમે હોમ લોન લીધી છે તો તમને તેના પર મળનારી ટેક્સની છુટ વિશે જાણકારી હોવી જોઈએ. જો તમે સેક્શન 80C અને 24(b) સહિત કેટલાક અન્ય સેક્શન હેઠળ તમને પોતાની લોન ઉપર ટેક્સ છુટનો લાભ લઈ શકે છે.
મુળ રકમ પર લઈ શકો છો 1.5 લાખ રૂપિયા સુધીનો ફાયદો
હોમ લોન લેતા સમયે શરૂઆતમાં તમારે મૂળ રકમ ચૂકવવાની રહે છે. કોઈ પણ નાણાકીય વર્ષમાં સેક્શન 80સી હેઠળ મૂળ રકમ ચૂકવવા પર 1.5 લાખ રૂપિયા સુધી ઈન્કમ ટેક્સમાં ડિડ્કશન મળે છે. તે સિવાય સેક્શન હેઠળ તમે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જ અને બીજા ખર્ચા જે પ્રોપર્ટી ખરીદતા સમયે કર્યાં છે તેના ઉપર ટેક્સ બેનિફિટ માટે ક્લેમ કરી શકો છો. તે સિવાય સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની સીમામાં કેલ્મ કરી શકો છો.
કલમ 24બી હેઠળ લોનના વ્યાજ મળશે છૂટ
હોમ લોન પર વ્યાજને બે કેટેગિરીમાં વહેંચવામાં આવે છે. નિર્માણ પૂર્ણ થયા પહેલા જ વ્યાજ અને નિર્માણ પૂર્ણ થયા બાદના સમય બાદનું વ્યાજ. નિર્માણ પૂર્ણ થયા બાદની અવધિમાં ચુકવવા માટે વ્યાજ માટે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 24બી હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડ્કશન મળે છે. ભાડાની પ્રોપર્ટી પર વ્યાજ કાપ માટે ક્લેમ કરવા માટે કોઈ વધારાની સીમા નથી. તે ડિડ્કશન માત્ર તે જ વર્ષમાં ક્લેમ કરી શકાય છે. જેમાં ઘરનું નિર્માણ પૂર્ણ થયું હોય. ઘણી વખત લોકો નિર્માણાધીન પ્રોપર્ટી માટે હોમ લોન લે છે અને બાદમાં તેનું પજેશન મળે છે. પરંતુ હોમ લોનની ચૂકવણી લોન લીધાના તુરંત બાદ જ શરૂ થઈ જાય છે. તેવા લોકોને સેક્શન 24બી હેઠળ નિર્માણ પુર્ણ થવાના સમય પહેલાના સમય માટે પાંચ વર્ષ સુધીના સમયમાં વ્યાજ ઉપર પાંચ વર્ષ માટે પાંચ સમાન હપ્તામાં ટેક્સ ડિડ્કશન ક્લેમ કરવામાં આવી શકે છે. તે વાતનું ધ્યાન રાખો તે તેમાં સેક્શન 24બી હેઠળ વધારેમાં વધારે 2 લાખ રૂપિયા સુધીની સીમા છે જેના ઉપર ક્લેમ કરી શકો છો.
કલમ 80ઈઈ હેઠળ મળશે 50 હજાર રૂપિયા સુધીની છુટ
કલમ 80 ઈઈ મકાન મ ાલિકને હોમ લોન ઈએમઆઈના વ્યાજ પર 50 હજાર રૂપિયાના વધારાને કાપના દાવાને અનુમતિ આપે છે. પરંતુ તેમાં શરત એ છે કે, લોન 35 લાખ રૂપિયાથી વધારે હોવી ન જોઈએ. અને સંપત્તિનું મુલ્ય 50 લાખ રૂપિયાથી વધારે હોવું જોઈએ નહીં. તે સિવાય કોઈ વ્યક્તિની પાસે લોન સ્વિકૃત થવાના સમયે તેના નામે કોઈ બીજી સંપત્તિ હોવી ન જોઈએ. પાછલા વર્ષના બજેટમાં 1 એપ્રિલ 2019થી 31 માર્ચ, 2020ની વચ્ચે લેવામાં આવેલી હોમ લોનના વ્યાજની ચૂકવણી ઉપર વાર્ષિક 1.5 લાખ રૂપિયાથી વધારે ટેક્સની છુટ પર જાહેરાત કરવામાં આવી હતી. આ છૂટને વધારીને હવે માર્ચ 2022 સુધી કરી દેવામાં આવી છે. કલમ 80ઈઈએ હેઠળ ટેક્સ છુટ માટે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 45 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. આ છુટ માત્ર પહેલી વખત ઘર ખરીદનારા વ્યક્તિને મળી શકે છે. કેટલાક દિવસો પહેલા જાહેર થયેલા બજેટ 2020માં આ કલમ હેઠળ ફાયદો વધારાના એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. અને હવે આ સેક્શન હેઠળ ટેક્સ છુટનો ફાયદો 31 માર્ચ 2021 સુધી મળશે.
વધારેમાં વધારે 3.5 લાખ રૂપિયા સુધીની રાહત મેળવી શકો છો
કલમ 80ઈ અને 80ઈઈએ હેઠળ વ્યાજની ચૂકવણી માટે ઈન્કમ ટેક્સની કલમ 24બી હેઠળ ઉપલબ્ધ 2 લાખ રૂપિયાની વધારે રાહત મેળવી શકો છે. આ રાહતનો વધારેમાં વધારે લાભ ઉઠાવવા માટે કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો લાભ પહેલા લેવો જોઈએ. કરદાતા હોમ લોન પર વ્યાજ માટે કુલ 3.5 લાખ રૂપિયાની રાહત માટે દાવો કરી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31