Last Updated on March 14, 2021 by
ગરમીની ઋતુ આવતા જ પોતાની ત્વચાનો ખ્યાલ રાખતા હોય છે. તેમાં ગુલાબ જળ ખૂબ જ ફાયદાકારક હોય છે. પોતાની ત્વચા અને વાળ સાથે તણાવને દૂર કરવા પણ ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. આ ગરમીથી ત્વચા પર રુખાપન, કરચલી, થાક, બેચેની દૂર કરવામાં મદદ કરે છે. ગુલાબ જળના ઉપયોગથી ત્વચાની નમી જાળવી રાખે છે. તે ઉપરાંત આંખોમાં થતી બળતરા થવા પર તેને ઠંડક પંહોચાડવા પર ગુલાબ જળ મદદ કરે છે. તેને માત્ર કોસ્મેટિક પ્રોડક્ટસ બનાવા માટે ઉપયોગ છાય છે પરંતુ તે ઘરગથ્થુ ઉપચારમાં પણ કામ આવે છે. રોજ ગુલાબ જળનો ઉપયોગ કરવાથી તમે એકદમ તાજગીનો અનુભવ કરો છો.
સનબર્ન સામે રક્ષણ આપે છે
ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશને લીધે, ઘણી વાર આપણને ત્વચા પર બળતરા થાય છે અને ચહેરા પર લાલ નિશાનો પણ દેખાય છે. આ સમસ્યાઓ એલર્જી અથવા રોગપ્રતિકારક શક્તિના નબળા હોવાને કારણે થાય છે. જો તમે બહાર નીકળતા પહેલા શરીર પર થોડુંક ગુલાબજળ લગાડો તો સૂર્યની કોઈ અસર નહીં થાય અને ઠંડી પણ અનુભવાશે. આ સિવાય તમે તમારા ચહેરા અને શરીરના અન્ય ખુલ્લા ભાગોને ગુલાબજળથી સાફ કરી શકો છો. આની સાથે, તમારા ચહેરા અને અન્ય ભાગોમાંથી ગંદકી સાફ થઈ જાય છે. તેનો દૈનિક ઉપયોગ ફક્ત બળતરા અને લાલ નિશાનોથી રાહત આપતું નથી, પરંતુ તે આપણી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે.
દાગ- પિમ્પલ્સ સામે રક્ષણ આપે
કુદરતી ગુલાબ તરીકે ગુલાબજળ અમારી ત્વચાના પીએચ બેલેન્સને સાચવે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અને આપણા ચહેરા પર સંગ્રહિત વધારાના તેલને કાઢવામાં મદદ કરે છે, તેમજ પિમ્પલ્સનું કારણ બનેલા બેક્ટેરિયાને અટકાવે છે. તે ત્વચા પરના ડાઘોને નરમાશથી પણ દૂર કરે છે. આંખો હેઠળના કાળા ડાઘોને દૂર કરવા માટે આપણે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તે ચહેરા પરના કળાઓ દૂર રાખવામાં આપણને મદદ કરે છે.
વાળ માટે પણ છે ફાયદાકારક
ગુલાબ જળનો રોજ ઉપયોગ કરવા પર તમારા શુષ્ક અને રફ વાળમાં સુંદરતા પ્રદાન કરે છે. જેનાથી આપણા વાળમાં જમા વધારાના તેલને સાફ કરવામાં મદદ મળે છે. વાળ સોફટ થાય છે. ગુલાબ જળથી વાળ વધવામાં પણ ફાયદો કરાવે છે. ખોળાની સમસ્યાથી પણ રાહત મળે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31