GSTV
Gujarat Government Advertisement

ઐતિહાસિક ક્ષણ / બાંગ્લાદેશ ઉજવશે પોતાનો 50મો સ્વતંત્રતા દિવસ, પીએમ મોદીને મળશે આ ખાસ સન્માન

Last Updated on March 14, 2021 by

પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આઝાદ થવાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત થનારા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને માલદીવની સરકારના પ્રમુખ સહિત દુનિયાના અનેક નેતાઓ ભાગ લેશે. આ મહિનાના અંતમાં સ્વતંત્રતા દિવસ સમારોહ આયોજીત થશે.

બાંગ્લાદેશ

વર્ષ 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ બાદ પાકિસ્તાનથી બાંગ્લાદેશન આઝાદી મળી હતી. તેની 50મી વર્ષગાંઠ પર 17 થી 27 માર્ચ સુધી જુદાં-જુદાં સમારોહનું આયોજન કરવામાં આવશે. આઝાદીની 50મી વર્ષગાંઠ અને રાષ્ટ્રપિતા બંગબંધુ શે મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી સાથે-સાથે જ ઉજવવામાં આવશે.

બાંગ્લાદેશ સરકારના મુખ્ય સુચના અધિકારી સુરથ કુમાર સરકારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને માલદીવના મુખ્ય જુદાં-જુદાં કાર્યક્રમોમા  સામેલ થનારા વિશિષ્ટ વિદેશી મહેમાનોમાં સામેલ થશે. આ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ 17 માર્ચે, જે બાદ શ્રીલંકાના વડાપ્રધાન 19 માર્ચે બે દિવસીય મુલાકાતે આવશે. નેપાળના રાષ્ટ્રપતિ 22 માર્ચે બે દિવસીય મુલાકાતે ઢાકામાં આવશે. જ્યારે ભૂટાનના વડાપ્રધાન 24 અને 25 માર્ચ સુધી દેશમાં રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 માર્ચે બે દિવસીય મુલાકાત કરશે અને સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થશે. આ દિવસે બાંગ્લાદેશ-ભારતના રાજનયિક સંબંધોને પણ 50 વર્ષ પુરા થશે.

બાંગ્લાદેશ  સરકારે જણાવ્યું કે, વિદેશી ગણમાન્ય અતિથિ રાષ્ટ્રપિતાની જન્મ શતાબ્દીના અવસરે બંગબંધુ સંગ્રહાલય પણ જશે. વિદેશમંત્રી ડૉ. એકે અબ્દુલ મેમણે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું કે, આવનારા રાષ્ટ્ર અને સરકારના પ્રમુખો સાથે વડાપ્રધાન શેખ હસીના વાતચીત પણ કરશે. પરંતુ વિદેશના નેતાઓની મુલાકાતનું મુખ્ય ભાર અમારા સમારોહમાં સામેલ થવાનો રહેશે. હસીના પોતાના ભારતીય સમકક્ષ મોદી સાથે 27 માર્ચે વાતચીત કરશે જેમાં મોટા દ્વિપક્ષીય મુદ્દાઓ સામેલ થવાની આશા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો