Last Updated on March 14, 2021 by
આજકાલ Whatsappનો ઉપયોગ માત્ર મેસેજ, વીડિયો કૉલ કે સ્ટેટસ લગાવા સુધી જ સીમીત નથી. હવે તમે Whatsapp થી પેમેન્ટ પણ કરી શકો છો. Whatsapp પર બેંકિંગ સુવિધાઓનો પણ લાભ ઉઠાવી શકો છો. તે ઉપરાંત હવે લોકો બિઝનેસ માટે પણ Whatsappનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એક નવી સૂવિધા મળી રહી છે જેનાથી તમે હવે ટ્રોનાના ટાઈમ પણ જાણી શકશો. હાં હવે તમને Whatsapp પર ટ્રેનથી જોડાયેલા રિયલ ટાઈમ અપડેટસ પણ મળી શકશે. જે માટે તમારે તમારે એક નંબર પર મેસેજ કરવાનો રહેશે. મુંબહઈ બેસ્ટની સ્ટાર્ટઅપ કંપની Railofyએ આ સર્વિસની શરૂઆત કરી છે. જેના દ્વારા તમને ટ્રેન યાત્રા દરમ્યાન રિયલ ટાઈમ અપડેટ્સ જાણી શકો છો.
એક SMSથી મળશે ટ્રેનની રીયલ ટાઈમ અપડેટ
તમને જણાવી દઈએ કે, મુંબઈ વેસ્ટ સ્ટાર્ટઅપ કંપની Railofyએ આ સુવિધાની શરૂઆત કરી છે. આ સર્વિસથી યાત્રી Whatsapp પર ટ્રેન યાત્રીની જાણકારી, PNR સ્ટેટસ જેવી જરૂરી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તે ઉપરાંતતમારી ટ્રેન કેટલી મોડી છે અને હાલ કયાં ચાલી રહી છે તે તમામ જાણકારી તમને મળી શકશે.
તમારે આ નંબર સેવ કરવો પડશે
જે માટે તમારે તમારા ફોનમાં એક નંબર +91-9881193322 સેવ કરવુ પડશે. અંહિ તમને ટ્રેનનો રિયલ ટાઈમ સ્ટેટસ જાણી શકશો. જે બાદ તમારે તમારો PNR નંબર આ નંબર પર લખીને મોકલવાનો રહેશે. હવે કેટલીક સેકન્ડો બાદ તમારે વ્હોટસેપ પર મેસેજ કરીને ટ્રેનની તમામ માહિતી મળી જશે.
આ સર્વિસની સૂવિધાઓ
તમને આ સર્વિસમાં કેટલીક સૂવિધાઓ મળશે. Railofy તમારી ટ્રેનનો રિયલ ટાઈમ અપડેટ સાથે ટ્રેનથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ પણ આપશે. ઉપરાંત તમે જે સર્વિસ બંધ કરવા ઈચ્છો છો તો તમારે STOP લખીને ઉપર આપેલા નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ તમારી મેસેજ સર્વિસ બંધ થઈ જશે. તમારે Railofy એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. જોકે આ થર્ડ પાર્ટી એપ છે. એવામાં આ એપથી જોડાયેલી કોઈપણ પ્રકારની જવાબદારી અમે લેતા નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31