GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ બસપા સુપ્રીમો માયાવતીએ લગાવી કોરોના વૈક્સીન, કહ્યું ગરીબો માટે ફ્રીમાં કરો વૈક્સીનની વ્યવસ્થા

Last Updated on March 13, 2021 by

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોરોના વેક્સિન લગાવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટીએસ મિશ્રા હોસ્પિટલમાં વેક્સિન લગાવી છે. તે સાથે જ તેમણે વેક્સિનને સુરક્ષિત હોવાનો પણ મેસેજ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, વેક્સિનને લઈને વિપક્ષનું અલગ જ વલણ છે. તેનાથી અલગ બીએસપી સુપ્રીમો માયાવતીએ વેક્સિનેશન કરાવ્યું છે અને તેને સુરક્ષિત ગણાવી છે. તેમણે કહ્યું કે, કોરોના પ્રકોપથી દેશની જનતા સતત સંકટ અને મોટી મુશ્કેલીમાં છે. તેનાથી બચવા માટે વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. આ ક્રમમાં મેં પણ ટીએસ મિશ્રા હોસ્પિટલમાં જઈને વેક્સિન લગાવી.

માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને પુન:અપીલ છે કે તેઓ ગરીબો માટે વેક્સિનની ફ્રીમાં વ્યવસ્થા કરે અને દેશની જનતાને પણ મારી અપીલ છે કે તેઓ કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે. આ સાથે જ તેમણે કહ્યું કે વેક્સિન સંબંધિત સરકારી દાવા વગેરેથી ઈનકાર નહી કરી વેક્સિનનો લાભ ઉઠાવો હાલના સમયે આ જ યોગ્ય ઉપાયોનું પ્રતિત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો