Last Updated on March 13, 2021 by
ભારતીય ઓપનર કેએલ રાહુલ ભલે ઈંગ્લેન્ડ વિરુદ્ધની અમદાવાદમાં રમાયેલી ટી-20માં પોતાના બેટથી ખાસ કંઈ કરી ન શક્યો, પણ પોતાની ફિલ્ડીંગના કારણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. રાહુલે બાઉન્ડ્રી લાઈન પર હવામાં છલાંગ લગાવીને ટીમ માટે છગ્ગો બચાવ્યો હતો. ઈંગ્લેન્ડ અને ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ રાહુલની શાનદાર ફિલ્ડીંગના ખૂબ વખાણ કર્યા હતા. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
I love KL Rahul pic.twitter.com/BhELnYZ7Z8
— Dreams in melancholy. (@Descndingbatman) March 12, 2021
રાહુલની આ શાનદાર ફિલ્ડીંગનો નમૂનો ઈંગ્લેન્ડની ઈનિગ્સમાં પાંચમી ઓવરમાં જોવા મળ્યો હતો. અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઈકમાં જોસ બટલર હતો. અક્ષર પટેલે ફ્લાઈટેડ બોલ બટલરને ફેંક્યો હતો. તેણે આગળ વધીને લોન્ગ ઓફ તરફ હવામાં શોટ ફટકાર્યો હતો. ત્યાં કેએલ રાહુલ ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તેણે જરા પણ ભૂલ કર્યા વગર હવામાં ઉછળીને કૈચ પકડી લીધો હતો. જો કે, તે ખુદ બાઉન્ડ્રી લાઈનની પાર જતો રહ્યો હતો, જો કે, તેણે સમયસૂચકતા વાપરીને બોલ અંદર ફેંકી દીધો હતો. બટલર પણ રાહુલની ફિલ્ડીંગ જોઈને હૈરાન થઈ ગયો હતો. આમ આ રીતે રાહુલ ટીમ ઈન્ડિયાના ચાર રન બચાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમે રાહુલના આ પ્રયાસને ટાળીઓ સાથે વધાવી લીધો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31