GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ કોવિશીલ્ડથી બ્લડ ક્લોટિંગ : વિશ્વભરમાં બુમરાણ બાદ ભારતની વધી ચિંતાઓ, તમે ભલે લીધી પણ મોદીએ આ નથી લીધી

Last Updated on March 13, 2021 by

યુરોપમાં કેટલાક કિસ્સાઓમાં બ્લડ ક્લોટિંગનો પ્રોબ્લેમ જોવા મળ્યા બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને ભારત પણ હવે આ વેક્સિનની સમિક્ષા કરશે. ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકાના આ પ્રોજેક્ટમાં ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ પાર્ટનર રહી છે. સીરમ ઈંન્સ્ટિટ્યૂટ આ વેક્સિનને કોવિશીલ્ડના નામ સાથે વેચી રહી છે.

યુરોપમાં કેટલીક ગંભીર આડઅસરો જોવા મળી

ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા અને ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવેલી કોરોના વેક્સિનને લઈને યુરોપમાં કેટલીક ગંભીર આડઅસરો જોવા મળી રહી છે. કેટલાક કેસોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળ્યા બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચિંતાઓને ધ્યાનમાં રાખીને ભારત પણ હવે આ વેક્સિનની સમિક્ષા કરશે.

બ્લડ ક્લોટિંગના ભયને જોતા કોવિડશીલ્ડ વેક્સિનને અટકાવી દેવાઈ

ઉલ્લેખનિય છે કે, યુરોપના ઘણાં દેશોમાં બ્લડ ક્લોટિંગના ભયને જોતા કોવિડશીલ્ડ વેક્સિનને અટકાવી દેવામાં આવ્યું છે. યૂરોપિયન દેશો ડેનમાર્ક, નોર્વે અને આઈસલેન્ડે પોતાને ત્યાં ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકા વેક્સિનથી વેક્સિનેશન પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.  રિપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિન માટે ભારતની નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય એનકે અરોડાએ કહ્યું કે, અમે વિપરીત પરિસ્થિતિઓવાળી ઘટનાઓ પર ધ્યાન આપી રહ્યાં છીએ. તાત્કાલિક રીતે ચિંતાની કોઈ બાબત નથી જણાઈ રહી કારણ કે દેશમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સના ઘણાં ઓછા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. હવે અમે બ્લડ ક્લોટિંગની મુશ્કેલી પર નજર રાખી રહ્યાં છીએ.

WHOએ કહ્યું- વેક્સિનેશન પર પ્રતિબંધ લગાવવાની જરૂર નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથી. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હેરિસે શુક્રવારે કહ્યું હતું કે આ એક ઉત્તમ વેક્સિન છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં કરાઈ રહ્યો છે. આડઅસરોની જેટલી પણ ફરિયાદો આવી રહી છે, પરંતુ એના હજુ સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો