GSTV
Gujarat Government Advertisement

છત્તીસગઢ પોલીસની સારી પહેલ: 13 કિન્નરોની કરી પોલીસમાં ભરતી, પોલીસ વિભાગમાં ભરતી થતાં ખુશીની લહેર દોડી

Last Updated on March 13, 2021 by

છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં ભરતી કરી છે. ગત સોમવારે જાહેર થયેલા પરિણામમાં કુલ 2 હજાર 259 પદ પર સમગ્ર રાજ્યમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ દેશનું પ્રથમ એવુ રાજ્ય છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ટ્રાંસજેંડરની ભરતી કરવામાં આવી હોય. પોલીસ વિભાગમાં ટ્રાંસજેંડરની ભરતી થતા સમગ્ર સમુદાયમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

ત્યારે આ બાબતને લઈ પસંદગી પામેલા સોનિયા જણાવે છે કે, આ એક મોટો અવસર છે, જ્યારે અમે પોલીસ વિભાગનો આભાર માનવા માગીએ છીએ. આ પહેલ અમારા સમાજને જોવાનો દ્રષ્ટિકોણ બદલશે.

છત્તીસગઢમાં પસંદગી પામેલા થર્ડ જેંડર ઉમેદવારમાં રાયપુરના દીપિકા યાદવ, નિશુ ક્ષત્રિય, શિવન્યા પટેલ, નૈના સોરી, સોનિયા જંધેલ, કૃષિ તાંડી અને સબુરી યાદવ, બિલાસપુરથી સુનીલ તથા રૂચિ યાદવ, ધમતરી જિલ્લામાંથી કોમલ સાહૂ, અંબિકાપુરમાંથી અક્ષરા, રાજનાંદગામ જિલ્લામાંથી કામતા, નેહા અને ડોલીનું નામ શામેલ છે.

આપને જણાવી દઈએ કે, પરિણામમાં પસંદગી પામેલા પુરૂષ ઉમેદવારોની સંખ્યા 1736 જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 289 છે, આ ઉપરાંત પસંદગી પામેલા ટ્રાંસજેંડર ઉમેદવારની સંખ્યા 13 છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો