Last Updated on March 13, 2021 by
ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ગઈકાલે યોજાયેલી ઓનલાઈન બેઠક બાદ હવે ચીન રઘવાયુ થયુ છે. આ બેઠક અંગે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને કહ્યુ હતુ કે, ક્વોડની બેઠકથી ભારતને ચીનની એક પણ ઈંચ જમીન પર કબ્જો કરવામાં મદદ મળવાની નથી.
એક હલકી ગુણવત્તાવાળી રણનીતિ
આ એક હલકી ગુણવત્તાવાળી રણનીતિ છે અને તેનો ઉદ્દેશ અમેરિકાના હિતોને સાધવાનો છે. તેમણે બળાપો કાઢતા કહ્યુ હતુ કે, ચાર દેશોના સંગઠનના કારણે ભારતને ચીનની એક પણ ઈંચ જમીન પર કબ્જો કરવામાં મદદ નહીં મળે તેમજ જાપાનના જહાજોને ચીનના દિઆઓયુ ટાપુ સમૂહ પાસેની જળસીમામાં જતા રોકવામાં કોઈ મદદ કરવાનુ નથી.
આ પ્રકારની બેઠકોથી ખાલી માનસિક રાહત મળી શકે
આ પ્રકારની બેઠકોથી ખાલી માનસિક રાહત મળી શકે છે. આ બેઠક યોજાઈ તે પહેલા ચીને કહ્યું હતું કે, ચારે દેશોના સંગઠનનો હેતુ એક બીજાના સહયોગ માટે હોવો જોઈએ નહીં કે કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવાનો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31