Last Updated on March 13, 2021 by
મોટા ભાગે લોકો બાથરૂમમાં ન્હાતા બાળકોની તસ્વીરો ખેંચતા હોય છે, પણ આવુ કરવુ આ મહિલાને ભારે પડી ગયુ હતું. હકીકતમાં જોઈએ તો, મહિલા બાથટબમાં નાહી રહી હતી અને સામે તેનો નાનો છોકરો રમી રહ્યો હતો. આ દરમિયાન 27 વર્ષિય આ મહિલાએ પોતાના દિકરાની તસ્વીર ખેંચી અને તેને પોતાના સસરાવાળા વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી દીધી. મહિલાના સસરાએ આ તસ્વીર જોઈ પણ લીધી, જો કે, બાદમાં તેને માલૂમ પડ્યુ કે, આ તસ્વીરમાં મહિલા પણ દેખાતી હતી અને એ પણ નગ્ન અવસ્થામાં.
ન્હાતા ન્હાતા વોટ્સએપ પર તસ્વીરો શેર કરી
હકીકતમાં જોઈએ તો, મહિલા બાથટબમાં હતી અને સામે ઉભેલા દિકરાની તસ્વીર ખેંચી. પણ ગ્લાસ શોવર સ્ક્રીન અને મેટલના ડ્રેન કવર પર રિફલેક્શનના કારણે મહિલાનો પણ ન્યૂડ ફોટો આવી ગયો. જો કે, મહિલાએ આ તસ્વીર તુરંત ડીલિટ કરી નાખી હતી. જો કે, ત્યાં સુધીમાં તો ખૂબ મોડૂ થઈ ગયુ હતું. સસરાએ આ તસ્વીર જોઈ લીધી હતી.
આ મામલો દક્ષિણ ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સનો છે. ત્યારે હવે આ મહિલાએ પોતાની આ આખી કહાની ફેસબુક પોસ્ટમાં શેર કરી છે. જે થોડી કલાકોમાં જ ખૂબ વાયરલ થઈ ગયુ હતું.
મહિલાએ આમ તો ફેસબુક પર આ ઘટનાને લઈને લાંબી લચક સ્ટોરી લખી છે, પણ ઘટના આ જ છે, અંતમાં મહિલામાં જણાવે છે કે, હું શનિવારે મારા સસરાને ત્યાં જઈ રહી છું, મને પાક્કી ખાતરી છે, કે તેમના હાવભાવથી ખબર પડી જશે કે, તેમણે કશુંય જોયુ નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31