Last Updated on March 13, 2021 by
પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ રાજ્યોમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. જો કે સૌ કોઇની નજર આ પાંચ રાજ્યોમાંથી બંગાળ પર મંડાયેલી છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચાર સમયે જ મમતા બેનર્જી ઘાયલ થઇ ગયા. ટીએમસીએ ભાજપ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તથ્ય જે પણ હોય પરંતુ મમતા બેનર્જી પર હુમલાની વાત કોઇ નવી નથી. પશ્ચિમ બંગાળમાં પોતાની હવાઇ ચપ્પલ અને સફેદ સાડીના કારણે આમ આદમી પાર્ટીની વચ્ચે લોકપ્રિય બનેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે અલગ અંદાજમાં નજરે પડશે.
દર વખતે હુમલાનો મમતાને મળે છે ફાયદો
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર અગાઉ પણ હુમલા થઇ ચુક્યા છે. ફર્ક માત્ર એટલો જ છે કે ત્યારે તેઓ વિપક્ષમાં હતા અને અત્યારે સત્તામાં છે. જો કે દરેક વખતે મમતા બેનર્જીને રાજકીય હુમલાનો ફાયદો મળ્યો છે.
ઈતિહાસમાં ડોકીયું કરો
અગાઉ 16 ઓગષ્ટ, 1990માં મમતા બેનર્જી પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો સીપીઆઇ-એમના કાર્યકરે કર્યો હતો. તે સમયે મમતા બેનર્જી યૂથ કોંગ્રેસના લીડર હતા. આ ઘટના બાદ મમતા બેનર્જીની કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છાપ ઉપસી આવી છે. જે બાદ 1993માં તત્કાલીન મુખ્યપ્રધાન સીએમ જ્યોતિ બસુની સામે જ મમતા સાથે હિંસક વર્તન થયું છે. મમતા બેનર્જીને રાઇટર્સ બિલ્ડિંગની સામે ઢસડીને બહાર કરી દેવાયા હતા. આ ઘટના બાદ મમતા બેનર્જી ફરી ચર્ચામાં આવ્યા. વર્ષ 2006-07માં નંદીગ્રામ-સિંગૂર આંદોલન સમયે પણ મમતા પર હુમલાનો પ્રયાસ થયો. જેનું પરિણામ એ રહ્યું કે વર્ષ 2011ની ચૂંટણીમાં તેમની પાર્ટીની ચૂંટણી જીતી ગઇ અને મમતા બેનર્જી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા.
વ્હીલચેર બેસીને કરશે પ્રચાર
ત્યારે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જી ફરી ઘાયલ થયા છે. તેમણે ઘાયલ હોવા છતાં વ્હીલચેર પર બેસીને પ્રચારની કવાયત આદરી છે. જો અગાઉની ઘટનાને જોઇએ તો જ્યારે જ્યારે પણ મમતા બેનર્જી પર હુમલો થયો ત્યારે ત્યારે તેમને રાજકીય ફાયદો મળ્યો છે ત્યારે શું આ વખતે પણ મમતા બેનર્જીને અગાઉની જેમ જ આ ઘટનાનો ફાયદો મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31