Last Updated on March 13, 2021 by
ઉત્તર પ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજ વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના ચર્ચાનો વિષય બની છે. વિસ્તારમાં એક ત્રણ સંતાનોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરા સાથે ફરાર થઈ ગઈ છે. છોકરાના પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે પોલીસ મહિલા અને તેની સાથે ગાયબ સાતમા ધોરણના વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરી છે.
લાંબા સમયથી ચાલતું હતું ચક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થીની ઉંમર 15 વર્ષ છે. ગામલોકોનું કહેવુ છે કે, મહિલા અને વિદ્યાર્થી લાંબા સમયથી એકબીજાને છુપાઈને મળતા હતા. પણ કોઈએ ક્યારેય વિચાર્ય નહોતું કે, આ બંને આવી રીતે ફરાર થઈ જશે. 10 માર્ચની રાતે અચાનક બંને ગાયબ થઈ ગયા હતા. ગામમાં ત્રણ બાળકોની માત અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાયબ થવાની સૂચના મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. છોકરાના પરિવારવાળા હાલમાં આ બંનેની શોધખોળ કરી રહ્યા છે.
પોલીસ અલગ અલગ દિશામાં શોધ કરી રહી છે
ઘણી શોધખોળ કર્યા બાદ આખરે આ બંનેનો કોઈ પત્તો ન લાગતા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના લોકોએ ફરિયાદ કરતા પોલીસવાળાએ શોધખોળ આદરી દીધી છે. પરિવાર અને અમુક ગામના લોકોએ આપેલી જાણકારી બાદ પોલીસે એ દિશામાં પણ કામ ચલાવી રહી છે. હાલમાં તો બંનેના કોઈ સુરાગ મળ્યા નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31