GSTV
Gujarat Government Advertisement

બૉડી પોલિશિંગ : સ્લીવલેસ ડ્રેસથી લઇને શોર્ટ્સ પહેરવાના શોખીન છો તો આ ના ભૂલતાં, શરીર પર આવી જશે ચમક

Last Updated on March 13, 2021 by

ગરમી શરૂ થતાં જ સ્લીવલેસ ડ્રેસથી લઇને શોર્ટ્સ સુધી બધા કપડાં બહાર નિકળી ગયા હશે પરંતુ જો વૈક્સિંગ પછી પણ શરીરમાં ચમક નથી તો બોડી પૉલિશિંગ તમારી ઘણી મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવી જાય છે. ખાસ કરીને તે અંગોમાં વધુ કોમળ બને છે કે શુષ્ક અને બેજાન જોવા મળે છે. જાણો, બૉડી પૉલિશિંગમાં શું હોય છે.

બૉડી પૉલિશિંગ મારફતે ત્વચાને ચમક આપવામાં આવે છે

મોટાભાગના પાર્લરમાં બૉડી પૉલિશિંગની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે નથી જાણતા કે આ શું હોય છે તો જણાવી દઇએ કે બૉડી પૉલિશિંગ મારફતે ત્વચાને ચમક આપવામાં આવે છે. તેના માટે સૌથી પહેલા શરીર પર સ્ક્રબ કરવામાં આવે છે. સ્ક્રબને દસ મિનિટ સુધી આખા શરીર પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ સુકાઇ ગયા બાદ ભીના તથા હળવા હાથેથી તેને રગડવામાં આવે છે.

સ્ક્રબિંગની મદદથી બોડીની ડેડ સ્કિન નિકળી જાય

સ્ક્રબિંગની મદદથી બોડીની ડેડ સ્કિન નિકળી જાય છે અને સાથે સાથે ટેનિંગ પણ રિમૂવ થાય છે. ત્યારબાદ બૉડીને વૉશ કરીને તેના પર સ્કિન ગ્લો પેક લગાવવામાં આવે છે અને સુકાઇ ગયા પછી તેને વૉશ કરીને દૂર કરવામાં આવે છે. બોડી શાઇનર લગાવીને ત્વચાને પાંચથી દસ મિનિટ સુધી મસાજ કરવામાં આવે છે.

બૉડી પોલિશિંગ દ્વારા ત્વચાની મૃત કોશિકાઓ દૂર થાય

બૉડી પોલિશિંગ કરવાના ફાયદા પણ ઘણા બધા છે. બૉડી પોલિશિંગ દ્વારા ત્વચાની મૃત કોશિકાઓ દૂર થાય છે આ સાથે જ ટેનિંગ પણ રિમૂવ થાય છે જેનાથી ત્વચામાં કોમળતા તેમજ નિખાર આવવા લાગે છે. મસાજથી સ્ટ્રેસ ફ્રી ફીલ થાય છે તેમજ બૉડી રિલેક્સ થાય છે. આખા શરીરની રંગત એક જેવી થઇ જાય છે. ત્વચા ચમકવા લાગે છે. આ સંપૂર્ણપણે એક પ્રાકૃતિક ઉપચાર છે એટલા માટે શરીર પર તેની કોઇ વિપરીત અસર પડતી નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો