GSTV
Gujarat Government Advertisement

સલમાન ખાનની Ex Girlfriend સોમી અલીનો મોટો ખુલાસો, 3 વખત થઇ યૌન શોષણનો શિકાર

સોમી

Last Updated on March 13, 2021 by

એક જમાનામાં સુપર સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકેલ સોમી અલીએ એક ઇન્ટરવ્યૂમાં ચોંકવનારા ખુલાસા કર્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે બાળપણમાં એનો રેપ કરવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ એનું યૌન શોષણ પણ થયું. 90ના દાયકામાં બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવા વાળી પાકિસ્તાની એક્ટ્રેસ સોમી અલી માને છે કે એમણે ઘણા વર્ષો સુધી દુનિયાથી છુપાવીને રાખ્યું હતું. માતા-પિતાના કહેવા પર આ વાત કોઈની સાથે શેર ન કરી હતી.

પાંચ વર્ષની ઉમરમાં મારી સાથે રેપ થયો : સોમી

પરંતુ કારણ કે સોમી રેપ પીડિતો માટે NGO ચલાવે છે, એવામાં હું પણ લાંબા સમય સુધી છુપાવી ન શકી. તેમણે પુરી દુનિયા સામે પોતાના દુઃખની વ્યક્ત કર્યું. એક્ટ્રેસે કહ્યું, જયારે પેહલી વખત પાકિસ્તાનમાં મારુ શોષણ થયું હતું, ત્યારે હું માત્ર પાંચ વર્ષની હતી. ત્યારે સર્વેટ કવોટરમાં ત્રણ વખત મારી સાથે આ ઘટના થઇ. માતા-પિતાને જણાવ્યું અને એક્સન પણ લેવાયો હતો.

આગળ કહ્યું, પરંતુ મને કહેવામાં આવ્યું કે કોઈને કહે નહિ. હું એ જ વિચારતી રહી કે મેં શું ખોટું કર્યું છે. પરંતુ બધું અહીં ન થંભ્યું. મારી સાથે 9 અને 14 વર્ષની ઉમરમાં પણ આવી ઘટના થઇ. સોમીના આ ખુલાસાએ બધાને હેરાન કરી દીધા છે. ફેન્સને આ વાતનું દુઃખ છે કે એક્ટ્રેસે લાંબા સમય સુધી આ દુઃખ અંદર છુપાવીને રાખ્યું.

સલમાન ખાનને આઠ વર્ષ ડેટ કર્યો

કહેવામાં આવે છે કે સોમીએ આઠ વર્ષ સુધી સલમાન ખાનને ડેટ કર્યો હતો. એમના સબંધ હંમેશા ચર્ચામાં રહેતા હતા અને એમની બોન્ડિંગને લઇને પણ ઘણા પ્રકારના કયાસ લાગતા હતા.

પરંતુ ના એ સબંધ લમ્બો ચાલ્યો ના તો સોમીનું બૉલીવુડ કરિયર…એક્ટ્રેસે થોડી ફિલ્મો પછી બોલીવુડને અલવિદા કહી દીધું. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાના માટે ફિટ ન માનતી હતી. હવે સોમી લાઈમલાઈટથી દૂર લોકોની મદદ કરી જીવન પસાર કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો