Last Updated on March 13, 2021 by
ઓડિશા વિધાનસભામાં બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત ઘણી અલગ રહી. શુક્રવારે સદનમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ખેડૂતો પાસેથીની પાકની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ લગાવતા સદનમાં હોબાળો કર્યો. આ દરમિયાન દેવગઢથી બીજેપી ધારાસભ્ય સુભાષ ચંદ્ર પાણિગ્રહીએ વિધાનસભામાં જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. તેણે સદનમાં સેનિટાઇઝર પી લીધું.
ધારાસભ્યએ બે વાર આપી હતી આત્મહત્યાની ચીમકી
તેમણે મંડીમાંથી ખેડૂતોના પાકની ખરીદીના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલુ લીધું. તેણે શુક્રવારે આ પગલુ ત્યારે લીધું જ્યારે રાજ્યના ફૂડ સપ્લાય અને કંઝ્યુમર વેલફેર મંત્રી રનેદ્ર પ્રતાપ સ્વેન સદનમાં સવાલોના જવાબ આપી રહ્યાં હતા. સુભાષ ચંદ્ર પાણિગ્રહીએ પહેલા જ બે વાર આત્મહત્યાની ચેતવણી આપી હતી.
આ ઘટનાક્રમથી પહેલા રનેદ્ર પ્રતાપ સ્વેને કહ્યું કે સરકાર ખેડૂતોના પાકની ખરીદી માટે તમામ યોગ્ય પગલા લઇ રહી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે આવા ખેડૂતોની લિસ્ટ આપવામાં આવે જે પોતાનો ખરીફ પાક વેચી નથી શક્યા.
72000 ખેડૂતો પાસેથી 2.73 લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરવામાં આવી
સ્વેને શુક્રવારે સદનમાં કહ્યું કે 26 ફેબ્રુઆરીએ કુલ 57.67 મેટ્રિક ટન પાકની ખરીદી 10.53 લાખ રજીસ્ટર્ડ ખેડૂતો સાથે કરવામાં આવી છે. અત્યાર સુધી 11.25 લાખ ખેડૂતો પાસેથી 60.40 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 72000 ખેડૂતો પાસેથી 2.73 લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરવામાં આવી છે.
જણાવી દઇએ કે સદનમાં અનાજની ખરીદીના મુદ્દે જોરદાર હોબાળો થયો. બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સદનમાં આ મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રશ્નકાળ શરૂ થવાની સાથે જ બંને પાર્ટીઓએ જોરદાર હોબાળો કર્યો. આ દરમિયાન સદનની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31