Last Updated on March 13, 2021 by
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન (UFBU) તરફથી 2 સરકારી બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોધમાં બે દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ બેન્ક સતત 4 દિવસ બંધ રહી શકે છે. એવું એટલા માટે કારણ કે 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે. અને પછી 14 માર્ચે રવિવાર. ત્યાર પછી 15 અને 16 માર્ચે બેંકો હડતાલ પર છ. હડતાલ જે UFBUએ બોલાવી છે એમાં 9 યુનિયન સામેલ છે. ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવેલ બજેટ 2021માં નાણમંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણનું એલાન કર્યું હતું.
એસબીઆઈના કામકાજ પર પણ અસર
રિપોર્ટ મુજબ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ પણ કહ્યું કે, આ હડતાલથી બેંકોના કામ પર અસર પડી શકે છે. જો કે એસબીઆઈએ એ પણ કહ્યું કે બરનચ અને ઓફિસમાં સામાન્ય કામકાજ સુનિશ્ચિત રૂપથી ચાલતું રહેશે, એના માટે તમામ બેંકોએ આયોજન કર્યું છે. આ તૈયારી છતાં કેટલાક કામો પર અસર થઇ શકે છે.
ટેન્શન લેવાની જરૂરત નથી, આ સેવાઓ રહેશે ચાલુ
બેન્ક સંગઠનોની હડતાલ અને વિકેન્ડના કારણે શાખા ભલે ચાર દિવસ બંધ રહેશે, પરંતુ તમારી પાસે બીજા પણ વિકલ્પ છે. કોઈ પણ પ્રકારના પેમેન્ટ માટે અથવા પૈસાના ટ્રાન્જેક્શન માટે તમારા માટે મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગ સેવા છે. દરેક બેન્કના મોબાઈલ એપ હાજર છે, જે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે. આ એપ પર હડતાલની કોઈ અસર પડે નહિ.
મોબાઈલ એપ દ્વારા તમે બેન્કની સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. તમે કોઈ એફડી ખોલાવવા માંગો છો અથવા કોઈ અન્ય અવધિક જમા યોજનામાં પૈસા જમા કરવા ઈચ્છો તો લોનની ઇન્સ્ટોલમેન્ટ ભરવા અથવા ફરી ક્રેડિટ કાર્ડ બિલ…તમે મોબાઈલ એપની મદદથી તમામ કાર્ય કરી શકો છો.
બે બેંકોના ખાનગીકરણ પર વિરોધ
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને રજૂ કરેલા સામાન્ય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની દરખાસ્ત કરી છે. સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવતા નાણાકીય વર્ષમાં મોટી રકમ એકત્રિત કરવાની દરખાસ્ત કરી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનું લક્ષ્ય 1.75 લાખ કરોડ રાખવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2020-21 માટે 2.1 લાખ કરોડ રૂપિયા છે, પરંતુ હજી સુધી માત્ર 21300 કરોડ જ એકત્રિત થયા છે. આ બજેટની જાહેરાત પહેલાં સરકારે આઈડીબીઆઈ બેંકમાંનો મોટાભાગનો હિસ્સો જીવન વીમા નિગમ (એલઆઈસી) ને વેચી દીધો હતો. છેલ્લા ચાર વર્ષમાં, જાહેર ક્ષેત્રની 14 બેંકો મર્જ કરવામાં આવી છે.
10 લાખ બેંક કર્મચારી જોડાશે
ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઇએ) ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે એક નિવેદનમાં જણાવ્યું છે કે મુખ્ય શ્રમ આયુક્ત સાથે થયેલી સમાધાનની બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. તેથી, 15 અને 16 માર્ચ 2021 ના રોજ સતત બે દિવસ હડતાલ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 10 લાખ કર્મચારીઓ અને બેંકોના અધિકારીઓ તેમાં ભાગ લેશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સહિતની મોટાભાગની બેંકોએ તેમના ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. જોકે, બેન્કોએ એમ પણ કહ્યું છે કે તેઓ બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી જાળવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31