Last Updated on March 13, 2021 by
આખા ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી-એનઆરસીમાં વરસાદ થયો હતો. ગુરૃગ્રામમાં આકાશી વીજળી પડતાં ચાર લોકોનાં મોત થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ ઝરમર વરસાદ પડયો હતો. દિલ્હી-એનઆરસી સહિત ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ વરસાદ થયો હતો. ગુરૃગ્રામના સેક્ટર ૮૨માં આવેલાં વાટિકા સિટી વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી. એમાં ચાર લોકોનાં મોત થયા હતા.
આ ચારેય પાર્ક અને બગીચાની દેખરેખ રાખતા હતા. વરસાદ થતાં તેમણે વૃક્ષની નીચે આશરો લીધો હતો. ભયાનક ગર્જના સાથે એ ઝાડ પર જ વીજળી ત્રાટકી હતી. વૃક્ષ પર વીજળી પડી હોય તેનું સીસીટીવી ફૂટેજ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થયું હતું.
આ રાજ્યોમાં યેલ્લો એલર્ટ જારી
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરેમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. હવામાન વિભાગના અહેવાલમાં કહેવાયું હતું એ પ્રમાણે હજુ પણ બે દિવસ ઉત્તર ભારતમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ રાજ્યોમાં ઘણાં સ્થળોએ યેલ્લો એલર્ટ જારી કરાયો છે. બિહાર-યુપીમાં વીજળી પડવાની શક્યતાના પગલે પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.
રાજસ્થાન, હરિયાણામાં તોફાની પવન ફૂંકાયો હતો. રાજસ્થાનના રણપ્રદેશમાં વંટોળ ઉઠયો હતો. પંજાબ, દિલ્હી, ચંડીગઢ, રાજસ્થાન, હરિયાણા, બિહાર, યુપી, પશ્વિમ બંગાળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યો છે. આ રાજ્યોમાં પવન સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.
કાશ્મીરમાં બરફવર્ષા
કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગ, બારામુલ્લા જેવા વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. તેના કારણે કાશ્મીરનું સરેરાશ તાપમાન ઘટયું હતું. ભારતના ઘણાં રાજ્યોમાં વાતાવરણ બદલ્યું હતું અને વરસાદી ઝાપટા પડયા હતા, તેના કારણે સરેરાશ તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં અચાનક હવામાન બદલાયું હતું અને તેની અસર હજુ પણ બે-ત્રણ દિવસ સુધી રહે તેવી શક્યતા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31