Last Updated on March 13, 2021 by
લાગોસ (નાઇજિરિયા) : ઉત્તર પશ્ચિમ નાઇજિરિયામાં બંદૂકધારીઓએ એક શાળા પર હુમલો કરી ઓછામાં ઓછા 30 બાળકોનું અપહરણ કર્યુ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. થોડાક સપ્તાહ અગાઉ પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો.
કાદુના રાજ્યમાં ઇગાબી સૃથાનિક સરકારી વિસ્તારમાં ફેડરલ કોલેજ ઓફ ફોરેસ્ટ્રી મિકેનાઇઝેશન, અફાકામાં ગુરૂવાર રાતે હુમલો કરવામાં આવ્યો હતો. રાજ્યના ઇન્ટરનેશનલ સિક્યુરિટી અને ગૃહ બાબતોના કમિશનર સેમ્યુઅલ અરૂવાને એક નિવેદનમાં જણાવ્યું છે કે 30 વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે જેમાં કેટલીક વિદ્યાિર્થનીઓ પણ સામેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોરોની સંખ્યા વધારે હતી અને તેમની પાસે મોટા પ્રમાણમાં શસ્ત્રો પણ હતાં. જો કે સુરક્ષા દળો 180 સ્ટાફ અને વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહ્યાં હતાં.
બાળકો શાળઆએ પણ નથી સૂરક્ષીત
આ હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓને ઇજા પણ થઇ છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગુમ થયેલા વિદ્યાર્થીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ બંદૂકધારીઓએ શાળાની 279 વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યુ હતું. આ અપહરણ પછી તેમને મુક્ત કરવા માટે આ બંદૂકધારીઓએ નાણાની માગ કરી હતી.
જો કે સરકાર સાથેની વાતચીત પછી આ વિદ્યાિર્થનીઓને મુક્ત કરી દેવામાં આવી હતી. સરકારે તેમને નાણા ચૂકવ્યા કે નહીં તે જાણવા મળ્યું નથી. ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન બોકો હરામ યુવાન મહિલાઓનું અપહરણ કરી તેમના બળજબરીપૂર્વક લગ્ન કરાવવા માટે જાણીતું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31