Last Updated on March 13, 2021 by
જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં રહેતા રોહિંગ્યા લોકોના વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને કેટલાંક ચોંકાવનારા તથ્યો હાથ લાગ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, રોહિંગ્યાને જમ્મુમાં વસાવવા માટે પાકિસ્તાન અને સાઉદી અરબ તરફથી એક NGOને ફંડિંગ આપવામાં આવી રહ્યું હતું.
રોહીંગ્યા માટે વિદેશથી આવી રહ્યું ફંડિંગ
તેની શરૂઆત 1996માં થઈ જ્યારે મોટી સંખ્યામાં રોહિંગ્યા મ્યાંમારથી આવીને જમ્મુના કિરયાની તળાવ, નરવાલ બાલા, બ્રાહ્મણાની તેલી વસ્તી, સામ્બા, કઠુઆમાં વસ્યા. તે સમયે જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લાની સરકારનું શાસન હતું, સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, રોહિંગ્યા માટે વિદેશોમાં ફંડિંગ વેલફેર જોતી NGOએ મદરેસા અને વેલફેર સેન્ટર પણ બનાવી રાખ્યા છે. જોકે હજુ સુધી NGOના નામનો ખુલાસો નથી થયો.
સરકારી આંકડાઓ અનુસાર રોહિંગ્યા મુસલમાનો અને બાંગ્લાદેશી નાગરિકો સહિત 13,700થી વધારે વિદેશી નાગરિકો જમ્મુ અને સામ્બા જિલ્લામાં વસ્યા છે. આંકડા જણાવે છે કે, વર્ષ 2008થી 2016 વચ્ચે તેમની જનસંખ્યામાં 6 હજાર કરતા વધારેની વૃદ્ધિ થઈ છે. રોહિંગ્યા, મ્યાનમારના બાંગ્લા બોલનારા અલ્પસંખ્યક મુસલમાન છે.
રોહીંગ્યાની તપાસ કરી પોલીસને સોંપવા અપીલ
જ્યારે જે રોહિંગ્યા વેરિફિકેશનથી બચીને ભાગી ગયા છે તેમની શોધખોળમાં પોલીસે જમ્મુ, સામ્બા અને કઠુઆના સરપંચોની મદદ માંગી છે અને રોહિંગ્યાની ઓળખ કરી તરત જ પોલીસને સોંપવા અપીલ કરી છે. પોલીસે ગત શનિવારે એવા જ 168 રોહિંગ્યાને પકડીને હીરાનગર જેલમાં બનાવવામાં આવેલા હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. તેમની પાસે દેશમાં રહેવા કે આવવા જવા માટેના માન્ય પુરાવા નહોતા. આરોપીઓ સામે પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એ સિવાય સોમવારે સામ્બા જિલ્લાની બ્રહ્મણાની તેલી વસાહતમાંથી 24 રોહિંગ્યાને ઝડપી પાડવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ચુસ્ત સુરક્ષા વચ્ચે MAM સ્ટેડિયમમાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તંત્ર પ્રમાણે આ પ્રક્રિયા હેઠળ રોહિંગ્યા સમુદાયના લોકોની બાયોમેટ્રિક જાણકારી, રહેવાના સ્થળ વગેરે સહિતની અન્ય માહિતી એકઠી કરવામાં આવી છે. આગળ પણ આ અભિયાન શરૂ રહેશે. આ દરમિયાન ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31