Last Updated on March 13, 2021 by
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે જેટલો વધારો થયો છે તેટલો દુનિયામાં બીજા કોઈ અબજપતિની સંપત્તિમાં થયો નથી. આ વર્ષે સંપત્તિ વધારવામાં ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી ધનપતિઓ જેફ બેજોસ અને ઈલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૨૧ના કેટલાક મહિનાઓમાં જ અદાણીની સંપત્તિ ૧૬.૨ અબજ ડોલરથી વધીને ૫૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે.
અદાણીની સંપત્તિમાં અધધધ અબજો રૂપિયાનો વધારો
દેશના પ્રથમ પેઢીના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના વધારા પાછળ અદાણી ગૂ્રપની પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ છે, જેના કારણે અદાણીની સંપત્તિમાં અધધધ અબજો રૂપિયાનો વધારો થયો છે. જાહેરમાં ભાગ્યે જ બોલતા ગૌતમ અદાણીની સંપત્તિ ૨૦૨૧ના બે જ મહિનામાં ૧૬.૨ અબજ ડોલરથી વધીને ૫૦ અબજ ડોલરને પાર થઈ ગઈ છે. એટલે કે ૨૦૨૧માં અદાણીની સંપત્તિમાં ૩૩.૮ ડોલરનો વધારો થયો છે તેમ બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં જણાવાયું છે.
આ સમયમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અમેઝોનના સીઈઓ જેફ બેજોસ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને પાછળ છોડીને સૌથી વધુ સંપત્તિ મેળવનારા વ્યક્તિ બની ગયા છે. વર્ષ ૨૦૨૧માં વિશ્વના સૌથી ધનપતિ બનવાની દોડમાં બેજોસ અને મસ્ક વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
બધા જ સ્ટોકમાં ૫૦ ટકાથી વધુની રેલી
આ વર્ષે અદાણી ગ્રુપના એક સ્ટોક સિવાય બધા જ સ્ટોકમાં ૫૦ ટકાથી વધુની રેલી જોવા મળી છે. અદાણી જૂથની કંપનીઓના શૅરબજારમાં દેખાવની વાત કરીએ તો આ વર્ષે અદાણી ટોટલ ગેસ લિ.નો સ્ટોક ૯૬ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝીસ ૯૦ ટકા, અદાણી ટ્રાન્સમિશન લિ. ૭૯ ટકા, અદાણી પાવર લિ. અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. બાવન ટકા ઊછળ્યા છે. અદાણી ગ્રીન એનર્જી લિ. ગયા વર્ષે ૫૦૦ ટકા ઊછળ્યો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં ૧૨ ટકા વધ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિ.એ ગયા મહિને ભારતમાં ૧ ગીગાવોટની ક્ષમતાવાળું ડેટા સેન્ટર વિકસાવવા કરાર કર્યા છે. નીકા એડવાઈઝરી સર્વિસીસના સ્થાપક અને સીઈઓ સુનિલ ચંદિરામાણીએ જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી બજાર સાઈકલ મજબૂત હોય તેવા ક્ષેત્રોમાં તેમનો કારોબાર સતત વિસ્તારી રહ્યા છે. હવે તેમણે ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જૂથે ટેક્નોલોજીમાં પ્રવેશ માટે તેની ક્ષમતાના સંકેત આપ્યા છે.
એશિયાના સૌથી ધનપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ૮.૧ અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી ભારતમાં અત્યંત ઝડપથી પોર્ટ, એરપોર્ટ્સ, ડેટા સેન્ટર્સ અને કોલ માઈન્સમાં વિસ્તરણ કરી રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31