Last Updated on March 13, 2021 by
ઇંધણના સતત વધતા ભાવ પછી ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ સતત વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવનનિર્વાહ મુશ્કેલ બનતું જાય છે. સરકાર દ્વારા આજે જારી કરાયેલા આંકડા અનુસાર ફેબુ્રઆરી, ૨૦૨૧માં રીટેલ ફુગાવો વધીને ૫.૦૩ ટકા થઇ ગયો છે. જાન્યુઆરી, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૪.૦૬ ટકા રહ્યો હતો.
ફેબુ્રઆરીમાં ઇંધણ અને ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવાને કારણે ફુગાવો વધીને આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવા એ સ્વભાવિક પ્રક્રિયા છે કારણકે ઇંધણના ભાવ વધવાથી ખાદ્યાન્ન વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે.
ફેબુ્રઆરી, ૨૦૨૧માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૧.૯૬ ટકા વધીને ૩.૮૭ ટકા નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીમાં મળેલ આરબીઆઇની મોનેટરી કમિટીની બેઠકમાં પણ વધતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. હવે જ્યારે ફેબુ્રઆરી, ૨૦૨૧માં પણ ફુગાવો વધારે રહ્યો છે ત્યારે આરબીઆઇની આગામી નાણાકીય નીતિની સમીક્ષામાં પણ વ્યાજ દરમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીંવત છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇની ગત નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં ફુગાવો ૫.૨ ટકા રહેશે.આરબીઆઇ વ્યાજ દર નકકી વખતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્ત્વવાળી મોનેટરી પોલિસીએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ૧૦.૫ ટકા રહેશે.
આ દરમિયાન આજે સ્ટેટિસ્કિસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૧માં આઇઆઇપી(ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોટેકશન) આધારિત ઉત્પાદનમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૦માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧ ટકાનો વધારો થયો હતો જ્યારે જાન્યુઆરી, ૨૦૨૦માં ૨ ટકાનો વધારો થયો હતો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31