Last Updated on March 12, 2021 by
જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા શનિની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય જે રાશિના લોકો હાલમાં નાની-મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યાં છે તેમાં મિથુન અને તુલા રાશિને અઢી વર્ષની નાની પનોતી ધન મકર અને કુંભ રાશિ ને સાડાસાતી મોટી પનોતી ચાલુ છે તેમને તો અવશ્ય શનિ અમાવસ્યાએ નિવારણ કરવું જોઈએ કે જેનાથી તે રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બનાવે છે.
મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેમને અને જેમની કુંડળીમાં શનિ નીચનો અસ્તનો કે શત્રુ ક્ષેત્રી બનતો હોય તેમણે શનિની પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે, જેમાં મુખ્યત્વે ધન નાશ દેવું કર્જ ઘર-પરિવારમાં ક્લેસ ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરીમાં રૂકાવટ કે નુકસાન બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય, શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જોઈન્ટ પ્રોબ્લેમ વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા કષ્ટ આપે છે.
શનિ પીડા કષ્ટ નિવારણ હેતુ આ દિવસે શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે
સૌથી પ્રથમ આ દિવસે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય.
સંધ્યા સમયે કે રાત્રે સૂતા પહેલા ત્રણ વાર હનુમાન ચાલીસા કરવી
નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ
છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ!
ઓમ શં શનેશ્વરાય નામ:
(પીડા નિવારણની પ્રાર્થના સાથે કોઈ પણ મંત્રની 1 માળા કરવી)
શનિ યંત્ર પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી
હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા
શનિ જયંતી એ યથાશક્તિ ગરીબને દાન કરવું
પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડા નું ગરીબોને દાન કરવું
ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના વાસણોનું દાન કરવું
કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું
બ્રાહ્મણોને ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું
ગરીબ જરૂરિયાત વાળા લોકો કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું
કાગડાઓને ભોજન કરાવવું.
જ્યોતિષી ચેતન પટેલ
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31