Last Updated on March 12, 2021 by
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ યૌન શોષણવાલા Prank વીડિયોની ગંભીરતા લીધી છે. તેમણે YouTube ની સામે આ મુદ્દાને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. Youth Against Rape નામની સંસ્થાએ ટ્વીટ કરીને યૌન શોષણ વાળા પ્રેન્ક વીડિયો વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યુ છે. આ વીડિયોમાં મહિલાઓને વાંધાજનક રીતે ટચ કરતા હોય છે. આ સંસ્થાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને ડીપીસી સાઈબર ક્રાઈમને પણ ટૈગ કરીને ન્યાય માટે અપીલ કરી છે.
આપને જણાવી દઈએ કે, Youth Against Rapeએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, પ્રેન્કના નામ પર જાતિય શૌષણ કરવામાં આવે છે. પ્રેન્ક ચેનલ શરૂ કરીને યુટ્યૂબ પર કમાણી કરવી સૌથી સસ્તો રસ્તો છે. આ કંટેટ ભારતીયો સૌથી વધારે વખત જોયા છે.
આ સંસ્થાએ ટ્વીટમાં જણાવ્યુ છે કે, આપણે ભારતીયો આવા પ્રકારના કંટેટને ખૂબ પસંદ કરીએ છીએ, આવા મનોરંજનમાં કરોડો વ્યૂઝ મળે છે. આપે ધ્યાન નહીં આપ્યુ હોય પણ મોટા ભાગના લોકો આવા કંટેટ સાથે જ વીડિયો બનાવે છે. તો પછી ભૂલ કોની ?
એક અન્ય ટ્વીટમાં Youth Against Rapeએ કહ્યુ હતું કે, આ ફક્ત ચેનલોના માલિક માટે જ નથી જે શહેરમાં ફરી ફરીને પ્રેન્ક વીડિયો શૂટ કરવાની કોશિશ કરતા હોય છે. આ લોકો માટે કે જે પ્રેન્કમાં શામેલ થતાં હોય છે અથવા તો બાદ જોઈને પોતાની સહમતી આપતા હોય છે. આ એવા પ્રકારનો ક્રાઈમ છે, જેને આપણે મૂકદર્શક બનીને જોતા રહીએ છીએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31