Last Updated on March 12, 2021 by
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર આજે દુનિયા ભરમાં હાર્ટની બીમારીઓથી લોકોનું મોત મોટું કારણ છે. એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે જે લોકોનું બ્લડ ગ્રૂપ O નથી તેમને હાર્ટની બીમારીઓનો ભય વધારે રહે છે.
4 લાખથી વધારે લોકો પર સંશોધન કર્યું
હાલમાં જ થયેલા સંશોધન મુજબ જે લોકોનું બ્લડગ્રૂપ ઓ નથી તેઓને હાર્ટએકેટનો ભય વધારે રહે છે. સંશોધકોએ 4 લાખથી વધારે લોકો પર સંશોધન કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે ઓ બ્લડ ગ્રૂપવાળા લોકોની તુલનામાં બ્લડ ગ્રૂપ એ અને બીવાળા લોકોમાં હાર્ટએટેકનું જોખમ 8 ટકા વધારે છે. આ રિઝલ્ટને અમેરિકન હાર્ટ એસોસિયેશન મેડિકલ જર્નલ્સ આર્ટેરિયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વૈસ્કૂલર બાયોલોજીમાં પ્રકાશિત કર્યો છે.
13 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા
વર્ષ 2017માં યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા એક અભ્યાસમાં 13 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે ઓ બ્લડગ્રૂપવાળા લોકો સિવાયનાને હાર્ટ એટેકે સહિત હાર્ટની બીમારીઓનો ભય વધારે છે.
બ્લડગ્રૂપ એ અને બીની તુલનામાં બ્લડગ્રૂપ ઓ સાથે કરી
એક અભ્યાસમાં સંશોધકોએ બ્લડગ્રૂપ એ અને બીની તુલનામાં બ્લડગ્રૂપ ઓ સાથે કરી હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ઓ બ્લડ ટાઈપની સરખામણીમાં બી ટાઈપવાળા લોકોમાં માયોકાર્ડિઅલ ઇન્ફ્રક્શન – હાર્ટ એટેકનું જોખમ 15 ટકા વધારે હોય છે. જ્યારે ઓ ગ્રૂપની તુલનામાં એ ગ્રૂપ ધરાવતા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 11 ટકા હોય છે. હાર્ટ ફેલ અને હાર્ટ એટેક બંને હાર્ટની બીમારીના રૂપ છે. પરંતુ હાર્ટ ફેલ્યોર ધીમે ધીમે થાય છે. જ્યારે હાર્ટએટેક અચાનકથી થાય છે. હાર્ટ એટેક કેટલાક સમય પછી હાર્ટ ફેલ થવાનું કારણ પણ બને છે.
રક્ત જામી જવાની સભાવના 44 ટકા વધારે હોય છે
અભ્યાસ મુજબ બ્લડગ્રૂપ એ અને બી વાળા લોકોમાં થ્રોમ્બોસિસ અર્થાત રક્ત જામી જવાની સભાવના 44 ટકા વધારે હોય છે. રક્ત જામ – ઘટ્ટ થવાને પગલે ધમની બ્લોક થઈ જાય છે. હૃદયની માંસ પેશીઓને ઓક્સિજન અને પોષકતત્ત્વોથી વંચિત કરી દે છે. જેનાથી હાર્ટ એટેક આવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31