GSTV
Gujarat Government Advertisement

લક્ષ્મી વરસી/ ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિ જેફ બેઝોસ અને એલન મસ્કને પાછળ રાખી કમાણીમાં નંબર વન બન્યા, જોઈ લો આંકડાઓ

Last Updated on March 12, 2021 by

આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એટલો વધારો થયો છે જેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિ વધી નથી. આ મામલામાં અદાણીએ એલોન મસ્ક અને જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા છે. જેનું મુખ્ય કારણ રોકાણકારોને અદાણીના બંદરથી લઈને વીજ પ્લાન્ટના પ્રોજેક્ટનો વિશ્વાસ છે, જેના કારણે અદાણીની ઝોલીમાં અબજો રૂપિયા આવ્યા છે.

અદાણીની સંપત્તિ માત્ર થોડા મહિનામાં વધીને 50 અબજ ડોલર થઈ ગઈ

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ 2021ના માત્ર થોડા મહિનામાં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડી સૌથી વધુ રૂપિયાની કમાણી કરનારા વ્યક્તિ બન્યા છે. આ વર્ષે અદાણી ગ્રુપના એક સ્ટોક સિવાય તમામમાં 50% ની તેજી જોવા મળી છે.

શેર બજારમાં અદાણી જૂથની કંપનીઓની કામગીરી વિશે વાત કરીએ તો આ વર્ષે અદાણી ટોટલ ગેસ લિ.Adani Total Gas Ltd.ના સ્ટોક 96 ટકા, Adani Enterprisesના સ્ટોકમાં 90 ટકા, Adani Transmission Ltd.માં 79%, Adani Power Ltd. અને અદાણી બંદરો અને Adani Ports and Special Economic Zones Ltd.ના સ્ટોકમાં 52% નો વધારો થયો છે. Adani Green Energy Ltd ગયા વર્ષે 500% ઉછળ્યો અને આ વર્ષે અત્યાર સુધીમાં 12% સુધી વધી ગયો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વખતે 8.1 અબજ ડોલરનો ઉમેરો

ચાલો તમને જણાવી દઈએ કે અદાણી સિવા એશિયાના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન 8.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. તમને જણાવી દઈએ કે અદાની ભારતમાં બંદરો, એરપોર્ટ, ડેટા સેન્ટરો અને કોલસાની ખાણોને જોડીને ઝડપથી તેના સમૂહનું વિસ્તરણ કરી રહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો