GSTV
Gujarat Government Advertisement

ખુબ દુઃખદ/ બાળક રેલવે ટ્રેક પર હતું, માતાએ એને બચાવવા માટે કરી દીધો પોતાનો જીવ કુરબાન!

માતા

Last Updated on March 12, 2021 by

બાળકો માટે માતા ધૂપમાં છાંયડો હોય છે અને ભૂખ માટે રોટલી! માતાની મમતા..એક જેવી હોય છે. પછી વાત મનુષ્યની હોય કે પછી જાનવરોની. માં કોઈ પણ હોય, તે પોતાના બાળક માટે ગમે તેની સાથે લડી લે છે. પરંતુ એના પર કોઈ પ્રકારની આંચ આવવા દેતી નથી. એક એવી જ માતા(હાથણી)ની કહાનીના લોકોને ભાવુક કરી દીધા છે. જે કન્વર્ઝેશન બાયોલોજીસ્ટ એટલે સંરક્ષણ જીવવૈજ્ઞાની નેહા સિંહએ ટ્વીટર પર શેર કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે એક ગંગા નામની હાથણીએ પોતાના બચ્ચાંને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો.

શું છે મામલો ?

નેહાએ એક બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરી લખ્યું, ‘આ ગંગા હાથણી છે, જેને ઉત્તર બંગાળના ફોટોગ્રાફર આજીવન સાહાએ કેમેરામાં કેદ કરી હતી. ખેતરમાં ભાગતા એમનો સામનો રેલવે ટ્રેકથી થાય છે. બધાએ સમય પર પાટા ઓળંગી લીધા. પરંતુ નાનકડું શાવક ન કરી શક્યું. એવામાં આવતી ટ્રેનથી બાળકની રક્ષા કરવા માતાએ પોતાનો જીવ આપી દીધો. આપણે બોલીએ છે કે પરિવાર માટે જીવ આપી શકીએ છે. પરંતુ હાથીએ અસલમાં એવું કર્યું.’

ખુબ દુઃખદ

આપણે કુદરત ભૂલી રહ્યા છે !

ભાવુક કરી દીધા

કોઈ કઈ કરતુ કેમ નથી…

નેહા સિન્હાના આ ટ્વીટને અત્યાર સુધીમાં 141 લાઇક્સ અને 60 રીટ્વીટસ મળી ચુક્યા છે. જણાવી દઈએ કે, નેહાએ ‘વાઈલ્ડ એન્ડ વિલફુલ’ બુકમાં આવા જ 15 બહાદુર પ્રાણીઓની કહાની લખી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો