Last Updated on March 12, 2021 by
અમેરિકાની દિગ્ગજ કંપની એપલે ભારતમાં આઈફોન-૧૨નું ઉત્પાદન શરૂ કર્યું છે. આ મોડેલનું ભારતમાં પ્રથમ વખત ઉત્પાદન શરૂ થયું છે. ભારતમાં ૨૦૧૭થી એપલ વિવિધ મોડેલનું ઉત્પાદન કરી રહ્યું છે. અમેરિકાની કંપની એપલે જાહેરાત કરતાં કહ્યું હતું અમે ગૌરવ સાથે જણાવી રહ્યાં છીએ કે ભારતમાં આઈફોન-૧૨ના મોડેલનું ઉત્પાદન શરૂ કરાયું છે. સ્થાનિક ગ્રાહકોને આનાથી લાભ થશે. કંપનીની આ જાહેરાત પછી આઈફોન-૧૨ના મોડેલમાં ભાવ ઘટાડો થશે એવી પણ અટકળો શરૂ થઈ છે.
તમિલનાડુમાં આવેલા યુનિટમાં આઈફોન-૧૨નું ઉત્પાદન શરૃ કર્યું
એપલે તમિલનાડુમાં આવેલા યુનિટમાં આઈફોન-૧૨નું ઉત્પાદન શરૃ કર્યું છે. એપલે એ માટે તાઈવાનની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એના મારફતે આઈફોન-૧૨નું ઉત્પાદન શરૂ થયું છે.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર સર્જાતા એપલે ચીનમાં થતાં કામને અન્યત્ર ખસેડયું
એપલે ચીનમાં થતું કામ અન્ય દેશોમાં ખસેડયું છે. તેના ભાગરૂપે આ કામ ભારતમાં શરૂ થયું છે. અગાઉ એપલના ઘણાં મોડેલનું ઉત્પાદન ચીન સ્થિત યુનિટમાં થતું હતું. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર સર્જાતા એપલે ચીનમાં થતાં કામને અન્યત્ર ખસેડયું હતું.
આઈફોન-૧૨ના પાર્ટ્સ ભારતમાં એસેમ્બલ થશે
કોન્ટ્રાક્ટર કંપનીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો કે આઈફોન-૧૨ના પાર્ટ્સ ભારતમાં એસેમ્બલ થશે. ભારતમાં આ મોડેલનું નોંધપાત્ર વેંચાણ હોવાથી કંપનીની નજર આ મોડલનું ઉત્પાદન વધારવા તરફ છે. જોકે, દેશમાં પ્રોડક્શન થવાથી કિંમતમાં ઘટાડો થશે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31