GSTV
Gujarat Government Advertisement

Relationship Warning/ આ સંકેતો તમને જણાવશે કે તમારો ડેટિંગ પાર્ટનર તમને ચિટ કરી રહ્યો છે અને કરી રહ્યાં છે લફરાં

પાર્ટનર

Last Updated on March 12, 2021 by

પોતાના જીવન સાથીમાં આપડે કેવી ક્વોલિટી શોધતા હોઈએ છે એ ઇચ્છતા છે જે આપડા માટે સારો પાર્ટનર સાબિત થાય. એવામાં યુવાનો માટે ડેટિંગ એક સારો વિકલ્પ તરીકે આવ્યો છે. એના દ્વારા તમે પોતાના લાઇફ પાર્ટનરની શોધ કરી શકો છો. જો કે ડેટિંગ પર થોડા સતર્ક રહેવાની જરૂરત છે. આ દરમિયાન તમે એ જરૂર જાણી લેવો કે તમે જેને તમારા લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરો છો શું એ વાસ્તવમાં તમારા માટે યોગ્ય છે. કોઈ પણ પ્રકારના આકર્ષણમાં ફસાયા વગર સમજદારીથી કામ લેવો અને એ સંકેતોને ઓળખો કે તમારો ડેટિંગ પાર્ટનર શું તમને ચિટ તો નથી કરી રહ્યો ને.

પરિવાર સાથે દુર રાખે

જ્યાં સુધી તમે આપણા સબંધને આગળ વધારવાની તૈયાર ન થઇ જાઓ ત્યાં સુધી લોકો સાથે મળવા પર રોક લગાવવું સમજમાં આવે છે. પરંતુ જો ડેટિંગ પાર્ટનર તમને એના મિત્ર, પરિવારના લોકો સાથે મેળવવામાં આનાકાની કરે તો સમજી જવું જોઈએ કે તમારો સાથી તમારા સબંધને છુપાવવા માંગે છે, જેથી કોઈને જાણ ન થાય.

ડેટિંગ એપ પર સક્રિય

જો તમારો ડેટિંગ પાર્ટનર તમને મળ્યા પછી પણ ડેટિંગ સાઈટો, એપ પર સક્રિય રહે છે અને આ વાત છુપાવે છે તો સાવધાન થવાની જરૂરત છે. એવામાં તમારે કોઈ પણ શંકાને દૂર કરવી જોઈએ. તમારે તમારી તમામ શંકાને દૂર કરવા માટે વાતચીત કરવી જોઈએ. અને જો લાગે કે તે તમારીથી કઈ છુપાવી રહ્યો છે તો દૂર રહેવું જ સારો વિકલ્પ છે.

ભવિષ્યની યોજના શેર ન કરવી

Relationship tips

જો તમારો ડેટિંગ પાર્ટનર તમારી સાથે ભવિષ્યની યોજનાઓ શેર કરવાથી બચી રહ્યો છે. તે પોતાના લક્ષ્ય, સપના અને પોતાના પાસ્ટની વાત તમને ન કરે અને તમને લાગે કે એની કોઈ વાતમાં રસ નથી. ઉપરાંત, જો તે તમને પોતાના વિશે સુપરફિસિયલ માહિતી આપે છે, તો તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે.

જયારે વ્યવહારમાં ન દેખાય ગંભીરતા

તમારે ડેટિંગના સમયે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તામરો પાર્ટનર શું તમારા માટે સાચે જ ગંભીર છે અથવા માત્ર થોડો આકર્ષિત છે અને તે તમને તમારી સુંદરતા માટે તમને પસંદ કરે છે, એને તમારી સાથે ટાઈમ પસાર કરવો ગમે છે. અને આ બધું સતહિ લાગે અને એના હવે ભાવ, વાતથી એવું લાગે કે તમારી સાથે સબંધમાં તૈયાર નથી તો સમજી જાઓ કે એને તમારી સાથે સબંધ બનાવવામાં રસ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો