GSTV
Gujarat Government Advertisement

વાહન સ્ક્રેપિંગ પોલિસી લાગુ થવાથી થશે આ 5 મોટા ફાયદા, વાર્ષિક 10 લાખ કરોડ રૂપિયાનો થશે કારોબાર

Last Updated on March 12, 2021 by

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે કેન્દ્રિય બજેટ 2021-22માં કેન્દ્ર સરકારે એક સ્ક્રેપિંગ નીતિની જાહેરાત કરી હતી. જેને ટૂંક સમયમાં દેશમાં લાગુ કરવામાં આવશે. આ નીતિના અમલ પછી, 20-વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલને રસ્તા પરથી દૂર કરવામાં આવશે. તે જ સમયે, 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાગૂ કરવામાં આવશે. જે પર્યાવરણ સુધારવા માટે ખર્ચ કરવામાં આવશે. આ સ્ક્રેપિંગ નીતિ લાગુ થવાથી તમને શું 5 ફાયદા થશે આવો એક નજર કરીએ.

નવું વાહન ખરીદવા પર 5 ટકાની છૂટ

જો તમે સ્ક્રેપિંગ પોલિસી હેઠળ તમારા જુના વાહનને સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદશો. તો તમને તમામ કંપનીના ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

નવા વાહનોના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો થશે

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, હજુ ઓટો સેક્ટરને નવા વાહનોના નિર્માણ માટે સ્ટીલ, રબર એલ્યુમિનિયમ અને રબરની આયાત કરવી પડે છે. જેનાથી નવા વાહનોની કિંમત વધી જાય છે. તેમણે કહ્યું કે સ્ક્રેપિંગ પોલિસીના અમલ પછી, સ્ટીલ, રબર, એલ્યુમિનિયમ અને રબરની આયાત કરવાની જરૂર રહેશે નહીં. જેના કારણે વાહનોના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો થશે.

વાહન

સ્ક્રેપિંગ પોલિસીના કારણે ઓટો ક્ષેત્રનો થશે વિકાસ

આ સમયે દેશમાં ઓટો ક્ષેત્રમાં વાર્ષિક આશરે 4.5 લાખ કરોડ રૂપિયાનો કારોબાર છે. ગડકરીના જણાવ્યા અનુસાર, સ્ક્રેપિંગ નીતિ લાગુ થયા બાદ ઓટો ક્ષેત્રનો કારોબાર વાર્ષિક આશરે 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે. આનાથી દેશમાં 50 હજારથી વધુ નોકરીઓ વધશે.

ઓટો ક્ષેત્રે રોજગારની તકોમાં વધારો થશે

જૂના વાહનોનું સ્ક્રેપિંગ અને નવા વાહનોની કિંમતમાં 30થી 40 ટકા ટકા ઓછી થઈ જશે. દેશમાં નવા વાહનોની માંગ વધશે, આ રીતે ઓટો ક્ષેત્રમાં રોજગારની તકો વધશે. ઓટોસેક્ટરનો બિઝનેસ લગભગ 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એક અનુમાન મુજબ આગામી સમયમાં ઓટો સેક્ટરમાં 50 હજાર નવી ખાલી જગ્યાઓ આવશે.

પ્રદૂષણ ઓછું થશે, પર્યાવરણને ફાયદો થશે

સ્ક્રેપિંગ નીતિ લાગુ થયા પછી વાહનો કે જેનાથી વધુ પ્રદૂષણ થાય છે. તે રસ્તા પરથી દૂર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મેટ્રો શહેરોની સાથે નાના શહેરોમાં પણ પ્રદૂષણમાં ઘટાડો થશે. જેનાથી પર્યાવરણમાં થોડી શુદ્ધતા આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો