Last Updated on March 12, 2021 by
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપર સ્ટાર ખેલાડી મિતાલી રાજે ઈતિહાસ રચી દીધો છે. મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. મિતાલી ભારત માટે 10,000 રન કરનાર પહેલી મહિલા ખેલાડી બનવાની સાથે સાથે દુનિયાની બીજી મહિલા ખેલાડી બની છે. આજે સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે રમાઈ રહેલી ત્રીજી વન ડેમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.
વન ડે ક્રિકેટમાં 7 હજાર રનથી માત્ર 36 રન દૂર
જોકે તે લાંબી ઈનિંગ રમી શકી નહોતી અને રેકોર્ડ બનાવ્યા બાદ એક રન વધારે જોડીને આઉટ થઈ ગઈ હતી. જોકે સાથે સાથે તે વન ડે ક્રિકેટમાં 7, 000 રન કરનાર પહેલ મહિલા ક્રિકેટર બનવાથી હવે 36 જ રન દુર છે. જ્યારે 10 ટેસ્ટમાં તેણે 663 રન અને 89 ટી 20 મેચમાં 2346 રન બનાવ્યા છે.
What a champion cricketer! ??
— BCCI Women (@BCCIWomen) March 12, 2021
First Indian woman batter to score 10K international runs. ? ?
Take a bow, @M_Raj03! ??@Paytm #INDWvSAW #TeamIndia pic.twitter.com/6qWvYOY9gC
ક્રિકેટ બોર્ડે પણ મિતાલી રાજને અભિનંદન આપ્યા
ભારતના ક્રિકેટ બોર્ડે પણ મિતાલી રાજને અભિનંદન આપ્યા છે. 38 વર્ષીય મિતાલી રાજ પહેલા ઈંગ્લેન્ડની મહિલા ખેલાડી ચાલોર્ટ એડવર્ડસે આ સિધ્ધિ હાંસલ કરી હતી. મિતાલી રાજ આજે પોતાની 311મી ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે. તેણે 1999માં ડેબ્યું કર્યું હતું અને ટેસ્ટ મેચમાં તેની એવરેજ 51 તથા 212 વન ડે મેચમાં એવરેજ 50.53ની રહી છે. જ્યારે ટી 20માં તેણે 37.52ની એવરેજથી રન બનાવ્યા છે. તેની કેરિયરમાં 75 હાફ સેન્ચુરી અને આઠ સેન્ચુરી પણ તેના નામે છે. ટેસ્ટમાં એક માત્ર સેન્ચુરી ઈંગ્લેન્ડ સામે 2017માં ફટકારી હતી અને આ ડબલ સેન્ચુરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31