Last Updated on March 12, 2021 by
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસને લઈને આખી દુનિયામાં મશહૂર છે. વિરાટને લઈને આખી ભારતીય ટીમમાં ફિટનેસને લઈને ખેલાડીઓ ખૂબજ એક્ટિવ રહે છે. વરુણ ચક્રવર્તીને આઈપીએલ 2020માં તેના શાનદાર પ્રદર્શનને લઈને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરિઝમાં ટીમમાં પસંદગી કરાઈ હતી. જો કે પછીથી ખભાની ઈજાને કારણે તેણે સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતું. તે પછીથી વરુણને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 12 માર્ચથી શરૂ થઈ રહેલી ટી20 સિરિઝમાં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. પરંતુ ફિટનેસ ટેસ્ટમાં સતત બે વખત ફેલ થવાને કારણે તેને આ સીરીઝમાંથી પણ બહાર થવું પડ્યું છે.
ફિટનેસ મેળવવા માટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મોકલાયો
વરુણ ચક્રવર્તીને ઈન્જરી બાદ ફિટનેસ મેળવવા માટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મોકલાયો હતો. વરુમ યો-યો ટેસ્ટ અને 2 કમિમી રેસ ટેસ્ટમાં બે વખત ફેલ થયો, જેને લઈને તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝથી બહાર થવું પડ્યું છે. જણાવી દઈએ કે ટીમમાં જગ્યા બનાવવા દરેક ખેલાડીએ યો-યો ટેસ્ટ થી પસાર થવું પડે છે. જ્યારે કે બીસીસીઆઈએ સાડા આઠ મિનિટમાં બે કિમી દોડવાનો નવો ટેસ્ટ પણ શામેલ છે.
understand a lot of ppl r upset with Varun not available for selection as he failed the fitness test but my question is what was he doing the last 3/4 mts when he wasn't playing any cricket and nursing a shoulder injury. All players are aware of the test & he shd av been ready.
— Hemang Badani (@hemangkbadani) March 10, 2021
ટીમમાં ફિટનેસ સાથે કોઈ સમજૂતી ના કરી શકાય
વરુણ ચક્રવર્તીના બાબતમાં સવાલ પૂછવા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ટીમમાં ફિટનેસ સાથે કોઈ સમજૂતી ના કરી શકાય. કોહલીએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફ્રસમાં કહ્યું કે ખેલાડીઓને ભારતીય ક્રિકેટ ટીમ માટે બનાવવામાં આવેલી સિસ્ટમ સમજવાની જરૂરિયાત છે. અમારે ફિટનેસના ખૂબજ ઊંચા સ્તર પર કામ કરવાની જરૂરિયાત છે. અમે આશા કરીએ છીએ કે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની રહેવા માટે ખેલાડીઓ આ વસ્તુનું પાલન કરવું પડશે. આ સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31