Last Updated on March 12, 2021 by
માણસના શરીર પર જોવા મળતા કાળા તલની આગવી જ કહાની છે. સામુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીરના અંગો પર રહેલા તલ વિશે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે. શરીરના અલગ અલગ અંગો પર જોવા મળતા તલ વ્યક્તિનો સ્વભાવ અને તેના ભવિષ્ય વિશે જણાવે છે. કોઈ તલ શુભ હોય છે તો કોઈ અશુભ. તેની જાણ તેના સ્થાન પરથી થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કમર પર તલ હોય છે. તે અન્ય કેટલાય લોકોથી અલગ તરી આવતા હોય છે.
સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કમર પર તલ હોવું એ અશાંત મનનું સૂચક છે. આવા લોકો માટા ભાગે માનસિક તણાવ અને ચિંતામાં રહેતા હોય છે. કમર પર તલ હોવાનો સંકેત છે કે, આવી વ્યક્તિને આખી જિંદગીમાં કેટલીય પરેશાનીનો સામનો કરવો પડે છે.
પુરૂષોની કમર પર તલ હોવાનો મતલબ
જે પુરૂષની કમર પર તલ હોય છે, તે પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવે છે. કહી શકાય કે, આવા પુરૂષો કે, જેન કમર પર કાળો તલ હોય છે, તે પારિવારીક હોય છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિની કમર પર જમણી બાજૂએ તલ હોય છે, તે હંમેશા પોતાના પરિવારના કોઈને કોઈ સભ્યને લઈને ચિંતિત રહેતા હોય છે.
મહિલાની કમર પર તલ હોવાનો અર્થ
જે મહિલાઓની કમર પર તલ હોય છે, તે ખૂબ રોમેન્ટિક માનવામાં આવે છે. આ પ્રકારની મહિલાઓની પાસે ધનની કમી હોતી નથી. આ મહિલાઓ દિલ ખોલીને ખર્ચ કરતી હોય છે. જે સ્ત્રીની કમર પર તલ હોય છે, તેને લાંબા સમય સુધી અભ્યાસ કરવાનો મોકો મળે છે.
મહિલાના માથા પર કાળો તલ
જે મહિલાઓના માથા પર કાળો તલ હોય છે, તે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. આવી મહિલાઓ પોતાની સફળતાનો રસ્તો જાતે બનાવે છે. આગળ વધવા માટે તેમના પરિવારના લોકોની જરૂર રહેતી નથી. તે ખુદ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે.
આંખની ડાબી અથવા જમણી બાજૂ તલ હોવો
જે મહિલાની આંખોની ડાબી અને જમણી બાજૂ તલ હોય છે, તે મહિલા શાંત અને બુદ્ધિશાળી હોય છે. આવી મહિલાઓ પર તેમની આસપાસના લોકો ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે. તેમની પાસે ધનની કોઈ કમી હોતી નથી. તેમના લગ્ન પણ હંમેશા પૈસાવાળ યુવકો સાથે જ થાય છે. તેમને દરેક પ્રકારના કામમાં મદદ મળે છે. પછી તે નોકરી હોય કે, વ્યવસાય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31