GSTV
Gujarat Government Advertisement

પીએમ અને પ્રધાનો છે ટ્રસ્ટી/ પીએમ કેર્સ ફંડ ‘સ્ટેટ’ જાહેર ના થાય એ PMOમાં દોડધામ : મોદી નથી ઈચ્છતા કે આ વિગતો બહાર આવે,

Last Updated on March 12, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવેલા પીએમ કેર્સ ફંડના સંદર્ભમાં એક નવો કાનૂની મુદ્દો ઉભો કરાયો છે. હવે ફંડને બંધારણની કલમ ૧૨ હેઠળ ‘સ્ટેટ’ જાહેર કરવા અરજી થઈ છે. અરજદારની દલીલ છે કે, આ ફંડ ભારત સરકારના નિયંત્રણ હેઠળ છે તેથી કલમ ૧૨માં કરાયેલી ‘સ્ટેટ’ની વ્યાખ્યા હેઠળ આ ફંડને ‘સ્ટેટ’ જાહેર કરવું જોઈએ.

પીએમ કેર્સ ફંડ

પીએમ કેર્સ ફંડ પર વિવાદ

પીએમ કેર્સ ફંડને આરટીઆઈ એક્ટના દાયરામાં લાવીને પબ્લિક ઓથોરિટી જાહેર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ બંને અરજીની આવતા મહિને સુનાવણી કરશે પણ આ અરજીના કારણે પીએમઓના અધિકારીઓ  દોડતા થઈ ગયા છે. આ ફંડના ટ્રસ્ટી તરીકે વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો છે. ફંડનું સંચાલન પીએમઓમાંથી થાય છે તેથી એ સરકારી જ ગણાય. કાનૂની નિષ્ણાતોના મતે આ બે કારણસર કેર્સ ફંડ ‘સ્ટેટ’ જાહેર થઈ શકે.

PM CARES fund

ફંડ ‘સ્ટેટ’ જાહેર થાય તો દર ત્રણ મહિને નાણાંકીય વિગતો જાહેર કરવી પડે. દાન આપનારાંનાં નામ પણ જાહેર કરવાં પડે ને બધું પારદર્શક કરવું પડે પણ એ માટે મોદી તૈયાર નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો