GSTV
Gujarat Government Advertisement

પૂજા ભટ્ટની Bombay Begums ઘેરાઈ વિવાદોમાં, NCPCRએ નેટફ્લિક્સને 24 કલાકમાં સ્ટ્રીમિંગ અટકાવવા આપી નોટિસ

Last Updated on March 12, 2021 by

નેટફ્લિક્સની વેબ સિરીઝ બોમ્બે બેગમ્સ (Bombay Begums) વિવાદોમાં આવી છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનિમિત્તે રિલીઝ કરવામાં આવેલ સિરીઝમાં બાળકોને અનૈતિક રીતે રજુ કરવાના આરોપ લાગ્યા છે. તેને કારણે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ આ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવા માટેની માંગ કરી છે.

24 કલાકમાં રિપોર્ટ આપે નેટક્લિક્સ

NCPCR બાળ અધિકારોના સંરક્ષણ માટેની ટોચની સંસ્થા છે. NCPCR એ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવા માટે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. NCPCRએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને 24 કલાકમાં એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજુ કરવા કહ્યું છે. આયોગનું કહેવું છે કે જો નેટફ્લિક્સ 24 કલાકમાં રિપોર્ટ રજુ નથી કરતુ તો તેની સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવશે.

ફરિયાદમાં કહી આ વાત

આયોગે એક ફરિયાદના આધારે નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ સિરીઝના સગીર વયના બાળકોને કેઝ્યુઅલ સેક્સ અને માદક દ્રવ્યોનું સેવન કરતા દર્શાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સિરીઝમાં બાળકોને કથિત રીતે અનૈતિક રીતે રજુ કરવા પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે આ પ્રકારના કન્ટેન્ટથી ન માત્ર યુવાઓના માનસ પર ખરાબ અસર પડે છે પરંતુ સાથે સાથે બાળકો સાથે દુર્વ્યવહાર અને શોષણ પણ થાય છે.

Bombay Begums સામે ફરિયાદ

આયોગે પોતાની નોટિસમાં કહ્યું છે, “નેટફ્લિક્સે બાળકોના લગતા અથવા બાળકો માટેનું કોઈ પણ કન્ટેન્ટ સ્ટ્રીમ કરતા સમયે વધુમાં વધુ સાવધાની રાખવી જોઈએ. તેમને આ મુદ્દાને જોતા આદેશ કરવામાં આવે છે અને તુરંત આ સિરીઝનું સ્ટ્રીમિંગ રોકવામાં આવે અને 24 કલાકની અંદર એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજુ કરવામાં આવે. જો આમ નથી કરવામાં આવે તો આયોગને સીપીસીઆર અધિનિયમ 2005ની કલમ 14ન જોગવાઈઓ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડશે.

શું છે બોમ્બે બેગમ્સની સ્ટોરી

જણાવી દઈએ કે બોમ્બે બેગમ્સ, 5 મહિલાઓના જીવનની વાર્તા છે. આ સિરીઝની ડાયરેક્શન અલંકૃતા શ્રીવાસ્તવે કર્યું છે. સિરીઝમાં પૂજા ભટ્ટની સાથે અમૃતા સુભાષ, શાહાના ગોસ્વામી, આધ્યા આનંદ અને પ્લાબિતા બોરઠાકુર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો