GSTV
Gujarat Government Advertisement

100 અબજ ડોલર ક્લ્બમાં સામેલ થયા વોરેન બફેટ, જાણો કેટલી છે સંપત્તિ / આ રીતે વધી સંપત્તિ

Last Updated on March 12, 2021 by

અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટની સંપત્તિ 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી. એ સાથે જ વોરેન બફેટ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસેમનની ક્લબમાં સામેલ થયા હતા. બફેટ આ ક્લબમાં સામેલ થનારા દુનિયાના છઠ્ઠા ઉદ્યોગપતિ છે. અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર વોરેન બફેટની કંપનીના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.

કંપનીના શેરમાં અણધાર્યો ઉછાળો આવતા બફેટની સંપત્તિમાં વધારો થયો હતો. કંપનીના શેરમાં વધારો થવાથી બફેટની સંપત્તિ 100.4 અબજ ડોલર થઈ હતી. 90 વર્ષના વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન છે. કંપનીના શેરમાં છેલ્લાં બે દિવસમાં ભારે ઉછાળો આવ્યો હતો. ક્લાક એ શેરનો ભાવ 407 ડોલરે પહોંચ્યો હતો. તો ક્લાસ-બી શેરનો ભાવ પણ 263 ડોલર કરતાં વધુ બોલાયો હતો. છેલ્લાં એક સપ્તાહથી બફેટની કંપનીના શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે.

થોડા દિવસ પહેલાં વોરેન બફેટે શેરધારકોને સંબોધીને આભારનો પત્ર લખ્યો હતો. આ વાર્ષિક લેટરમાં બફેટે બધા જ શેરધારકોને વધુમાં વધુ વળતર મળે તે માટેની શુભેચ્છા પાઠવી હતી અને કંપનીના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે એવું કહ્યું હતું. આ પત્ર પછી કંપનીના શેરમાં ધીમે-ધીમે વૃદ્ધિ જોવા મળી હતી. એમાં પણ છેલ્લાં બે દિવસથી ભારે ઉછાળો આવ્યો હતો.

કંપનીએ જાહેર કર્યું હતું કે કોરોનાની અસર થઈ હોવા છતાં કંપનીનો ત્રિમાસિક નફો 35.8 અબજ ડોલર રહ્યો હતો. વોરેન બફેટ પહેલાં જેફ બેઝોસ, ઈલન મસ્ક, બિલ ગેસ્ટ, બર્નાર્ડ આર્નોલ્ટ અને માર્ક ઝકરબર્ગ આ ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. આ પાંચ ઉદ્યોગપતિની સંપત્તિ 100 અબજ ડોલર કે તેનાથી વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ષમાં અત્યારે વોરેન બફેટ છઠ્ઠા ક્રમે છે.

જેફ બેઝોસ પ્રથમ, ઈલન મસ્ક બીજા, બિલ ગેટ્સ ત્રીજા, બર્નાર્ડ આર્નોલ્ટ ચોથા અને માર્ક ઝકરબર્ગ પાંચમા ક્રમે છે. બર્નાર્ડ આર્નોલ્ડ અને મુકેશ અંબાણીને બાદ કરતાં ટોપ-10 ઉદ્યોગપતિઓમાં અમેરિકન ઉદ્યોગપતિઓનો દબદબો યથાવત છે. મુકેશ અંબાણી 84.7 અબજ ડોલરની સંપત્તિ સાથે 10મા ક્રમે છે. 100 અબજ ડોલરની ક્લબમાં પણ પાંચ અમેરિકન ઉદ્યોગપતિઓ સામેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો