GSTV
Gujarat Government Advertisement

મેક ઈન ઇન્ડિયામાં જેનો વાગતો હતો ડંકો તેવા ચીની ટેલિકોમ જાયન્ટ પર તોળાઈ રહ્યો છે પ્રતિબંધનો ડર, અમેરિકામાં લાગી ચુક્યો છે ઝટકો

Last Updated on March 12, 2021 by

ભારતમાં ફાઇવ-જી લોન્ચ થવાની તૈયારીમાં છે ત્યારે કેન્દ્ર સરકાર ચીનની જાયન્ટ ટેલિકોમ ઉપકરણ કંપની હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. જૂન સુધીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સુરક્ષા અને ભારતીય ઉત્પાદકો ટેલિકોમ ઉપકરણોનું નિર્માણ કરે તે હેતુથી ભારત સરકાર હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા અમેરિકામાં આ કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરમાંથી બે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા હુઆવેઇના ઉપકરણો વાપરે છે. હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવાથી આ બે કંપનીઓનો ખર્ચ વધી જશે કારણકે હુઆવેઇના ઉપકરણો એરિક્સન અને નોકિયા જેવી યુરોપિયન કંપનીઓના સરખામણીમાં સસ્તા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં કોઇ પણ ચાઇનિઝ કંપનીને મંજૂરી અપાશે નહીં.

લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચેની તંગદિલીને પગલે ભારત સરકાર ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા માગે છે. ભારતીય ટેલિકોમ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકાર ટેલિકોમ કંપનીઓ માટે ગાઇડલાઇન જારી કરશે. જેમાં જણાવવામાં આવશે કે કંઇ કંપનીના ઉપકરણો દેશની સુરક્ષા સામે જોખમ ઉભું કરી શકે તેમ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ 15 જૂન પછી ટેલિકોમ કંપનીઓ ભારત સરકારે સૂચવેલી કંપનીઓ પાસેથી જ ઉપકરણો ખરીદી શકશે. આ માટે સરકાર બ્લેક લિસ્ટ કરેલી કંપનીઓની યાદી પણ જાહેર કરશે. આ યાદીમાં ચીનની કંપની હુઅવેઇને પણ સામેલ કરવાની શક્યતા છે. ટેલિકોમ વિભાગ ત્રીજા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે  ભારત સરકાર ચીનની અન્ય એક કંપની ઝેડટીઇ ઉપર પણ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો